રાજ્યની જેલોમાં ચાલતી ઇન્ડસ્ટ્રીઝ:5 વર્ષમાં અમદાવાદના કેદીઓ દ્વારા બનાવાતા 2.67 કરોડ રૂપિયાનાં ભજિયાં વેચાયાં, રાજ્યમાં આંકડો 4 કરોડને પાર

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: ઝાહિદ કુરેશી
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 5 વર્ષમાં 102 કરોડ રૂપિયાનું ઉત્પાદન
  • છેલ્લા બે વર્ષમાં પ્રિન્ટિંગનાં કામોમાં 2.55 રૂપિયા કરોડનું ઉત્પાદન થયું

અમદાવાદમાં આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલા જેલના ભજિયા હાઉસ આજે રાજ્યભરમાં પોતાની ઓળખ જમાવી ચૂક્યા છે. કોરોનાકાળના બે વર્ષમાં પણ કેદીઓ દ્વારા બનાવાતા ભજિયાનું રૂ. 70 લાખ જેટલું વેચાણ થયું હતું. છેલ્લા 5 વર્ષમાં 2.67 કરોડના જેલના કેદીઓ દ્વારા બનાવાતા ભજિયા વેચાયાં છે.

2018-19માં જ 69 લાખના ભજિયા વેચાયા હતા. અમદાવાદ સહિત અન્ય શહેરોની જેલોમાં પણ ભજિયા હાઉસ ચલાવાય છે. છેલ્લા 5 વર્ષમાં રૂ. 4 કરોડના ભજિયાનું વેચાણ થયું છે. પોલીસ મહાનિદેશક (જેલ અને સુધારાત્મક વહીવટ)ની કચેરીમાંથી મળેલી વિગતો મુજબ, ભજિયા હાઉસ સિવાય જેલોમાં વણાટ કામ, દરજી કામ, સુથારી કામ, બેકરી, ધોબી કામ, પ્રિન્ટિંગ, ખેતીવાડીની કામગીરી પણ થાય છે. આમ રાજ્યની જેલોમાં છેલ્લા 5 વર્ષમાં રૂ. 102 કરોડની કિંમતનું ઉત્પાદન કરાયું છે. અમદાવાદ સિવાય સુરતની લાજપોર અને રાજકોટ જેલમાં ભજિયા હાઉસ ચાલે છે.

અમદાવાદની જેલના ભજિયા હાઉસમાં ઉત્પાદન

વર્ષઉત્પાદન (રૂ.માં)
2021-2242.23 લાખ
2020-2126.58 લાખ
2019-2064.50 લાખ
2018-1969.34 લાખ
2017-1864.25 લાખ
5 વર્ષમાં કુલ2.67 કરોડ

3 કરોડના ખર્ચે નવું ભજિયા હાઉસ બનશે
અમદાવાદ શહેરના લોકો માટે જાણીતું ભજિયા હાઉસ હવે નવા રૂપરંગ ધારણ કરશે. રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા ભજિયા હાઉસમાં રેસ્ટોરન્ટ, ગેલેરી, પ્રદર્શન સેન્ટર પણ હશે. ભજિયાની સાથે વિવિધ થાળીઓ પણ ઉપલબ્ધ થશે. જેલમાં રહેલા મહાન લોકો ગાંધીજી, સરદાર પટેલ, કસ્તૂરબા વગેરેનું પ્રદર્શન પણ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...