જાણો ઉમેદવારોની કમ્પલીટ યાદી:ગુજરાત વિધાનસભાની તમામ 182 સીટ પર ભાજપ-કોંગ્રેસ-AAPના 543 ઉમેદવારનાં લેખાં-જોખાં, વાંચો-સાચવી રાખો અને શેર કરો આ યાદી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનારી ચૂંટણીઓ માટે ઉમેદવારોની યાદી ફાઈનલ થઈ ગઈ છે. આમાંથી 19 જિલ્લાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. આ તમામ 182 બેઠકો માટે મુખ્ય ત્રણ રાજકીય પાર્ટી ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ (AAP) પોતાના ઉમેદવારોની ફાઈનલ યાદી પ્રસિદ્ધ કરી દીધી છે. કોંગ્રેસના 179 (3 બેઠકની NCP સાથે સમજૂતિ) અને AAPના 182 ઉમેદવારની સંપૂર્ણ યાદી આવી ચૂકી છે. ઘણા ઉતાર-ચઢાવ, રાજકીય ઉઠાપટક વચ્ચે 2જા તબક્કા માટે ફોર્મ ભરવાની આગલી રાત્રે એટલે કે બુધવારે ત્રણેય પક્ષની અંતિમ યાદી નક્કી થઈ છે. દિવ્ય ભાસ્કર આપની સમક્ષ આ તમામ બેઠકો પરના ભાજપ, કોંગ્રેસ તથા AAPના ઉમેદવારોની સચિત્ર યાદી પ્રસ્તુત કરી રહ્યું છે.

ક્લિક કરો અને વાંચો...અમદાવાદ શહેર જિલ્લાની 21 બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...ખેડા જિલ્લાની 6 બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

કોંગ્રેસમાં વિરોધનો ભડકો-તોડફોડ, ભાજપમાં પણ ડખા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની યાદીઓ પ્રસિદ્ધ થવાની સાથે નિત્યક્રમ મુજબ અસંતોષનો ભડકો થયો હતો. તેમાં પણ કોંગ્રેસમાં તો દર વખતની જેમ આ વખતે પણ પાર્ટી મુખ્યમથક રાજીવ ગાંધી ભવન ખાતે તોડફોડ થઈ હતી. પાર્ટીમાં શિસ્તની કેવી દયનીય સ્થિતિ છે તે વાતનો આ તોડફોડ, સૂત્રોચ્ચાર અને ઉહાપોહ થકી ચિતાર મળી ગયો હતો. બીજું તો ઠીક, આ વખતે તો ભાજપમાં પણ કપાયેલા ટિકિટવાંચ્છુઓના ટોળા કમલમ ખાતે ધસી ગયા હતા. કમલમના મેઈન ગેટ બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. AAPમાં સહેજ ઊંધી પરિસ્થિતિ હતી કારણ કે અહીં ફોર્મ ભરનારા પાર્ટીના ઉમેદવારો કિડનેપ થવા સુધીના વિવાદ થયા અને અંતે તેમણે ફોર્મ પણ પાછા ખેંચ્યા.

ક્લિક કરો અને વાંચો...આણંદની 7 બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...પાટણ જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...ગાંધીનગરની 5 બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ભાજપે 1 યાદીમાં 160 નામ આપ્યા, 22 માટે 5 યાદી
ભાજપના ઉમેદવારોના નામની ચર્ચા માટે ગત 9 નવેમ્બરની રાત્રે દિલ્હીમાં ભારે મનોમંથન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ વિસ્તૃત ચર્ચા બાદ લિસ્ટ ફાઈનલ કર્યું હતું. આ મુજબ 10 નવેમ્બરની સવારે ભાજપે એક સાથે બંને તબક્કા માટેના 160 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. ભાજપે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોનાં નામની જાહેરાત એકસાથે કરી હતી. પરંતુ વિરોધના વંટોળ વચ્ચે ડઘાયેલા ભાજપને બાકીના 22 નામ જાહેર કરવા 5 યાદી આપવી પડી હતી.

ક્લિક કરો અને વાંચો...મહેસાણા જિલ્લાની સાત બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...દાહોદ જિલ્લાની છ બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

કોંગ્રેસમાં ડખા-વિરોધ વચ્ચે કતલની રાતે યાદી ફાઈનલ
વિધાનસભા ચૂંટણીને લઇ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી હતા ત્યાં સુધીમાં તો કોંગ્રેસ છ યાદી બહાર પાડી ચૂકી હતી. કોંગ્રેસે 13 નવેમ્બરે તો 6 ઉમેદવારોની 5મી અને 33 ઉમેદવારોની છઠી યાદી બહાર પાડી હતી. સત્તામાંથી 27 વર્ષથી બહાર હોવા છતાં કોંગ્રેસમાં ટિકિટ માટે અંદરો અંદરના ડખા શમવાનું નામ નથી લેતા. જ્યારે 17મીએ બીજા તબક્કાનો ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને 16મીએ સાંજે કોંગ્રેસે 37 ઉમેદવારોની 7મી અને અંતિમ યાદી પ્રસિદ્ધ કરી હતી. કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 અને તે પછી 10મીએ 46 ઉમેદવારની બીજી યાદી બહાર પાડી હતી. અત્યાર સુધીમાં કોંગ્રેસ 142 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. પરંતુ પ્રથમ તબક્કા માટે 89 ઉમેદવારોમાંથી અમુકમાં ગત 13મીની રાત્રિ સુધી ફેરફારો કરવા પડ્યા હતા.

ક્લિક કરો અને વાંચો...અરવલ્લી જિલ્લાની બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...પંચમહાલ જિલ્લાની બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...મહિસાગર જિલ્લાની બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...સાબરકાંઠા જિલ્લાની બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

ક્લિક કરો અને વાંચો...છોટાઉદેપુર જિલ્લાની બેઠકના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને એનાલિસિસ

​​​​​AAP: 17 યાદી બહાર પાડી, ઘણામાં ઉમેદવારો પણ અજાણ
AAPએ ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે 15 નવેમ્બરે નવા 4 ઉમેદવારોની17મી યાદી બહાર પાડી છે. જેમાં ખેરાળુ બેઠક પરથી દિનેશ ઠાકોર, વિસનગરથી જયંતીલાલ પટેલ, માણસાથી ભાસ્કર પટેલ તથા પાદરાથી સંદીપસિંહને ટિકિટ અપાઈ છે. અગાઉ 12મીએ જાહેર કરાયેલી 16મી યાદીમાં AAPમાંથી માતર બેઠક પર મહિપતસિંહના બદલે લાલજી પરમારને ટિકિટ અપાઈ છે. જ્યારે કેસરીસિંહ પણ 2 દિવસમાં જ ફરી ભાજપમાં એન્ટ્રી કરતા લાલજી પરમાર નવો ચહેરો જાહેર કરાયો છે. જ્યારે સિદ્વપુરથી મહેન્દ્ર રાજપુતને ટિકિટ અપાઈ છે તેમજ ઉધનાથી મહેન્દ્ર પાટીલને ટિકિટ અપાઈ હતી. AAPમાં સૌથી રસપ્રદ વાત તો એ હતી કે ઘણી બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા, પરંતુ ઉમેદવારોને જ આની જાણ નહોતી. ઘણા કિસ્સામાં તો ઉમેદવાર જાહેર કરાયેલી વ્યક્તિએ કદી પણ AAPમાં ટિકિટ માગી જ ન હોવાની પણ વાત કરી હતી.

પહેલા તબક્કાની આ રહી યાદી...

સુરત શહેર જિલ્લાની 16 બેઠક પૈકી 6 પર જામશે ત્રિપાંખીયો જંગ, વાંચો-સાચવી રાખો અને શેર કરો આ યાદી

રાજકોટ શહેર-જિલ્લાની 8 બેઠક પૈકી 5 પર જામશે ત્રિપાંખિયો જંગ, વાંચો-સાચવી રાખો અને શેર કરો આ યાદી

કચ્છ જિલ્લાની 6 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવે પ્રથમ વખત ચૂંટણી લડશે

સુરેન્દ્રનગરની 5 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, વઢવાણ બેઠક પર ત્રણેય પક્ષના ઉમેદવારોની પહેલી ચૂંટણી

મોરબી જિલ્લાની ત્રણ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, મોરબીમાં કાન્તિલાલ અમૃતિયા બાજી મારશે?

જામનગર જિલ્લાની 5 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, કાલાવડ બેઠક પર રહેશે સૌની નજર

જૂનાગઢ જિલ્લાની 5 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયાને ટિકિટ મળતા નારાજગી

ગીર સોમનાથની 4 પૈકી સોમનાથ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, તાલાલા, કોડીનાર અને ઉનામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

અમરેલી જિલ્લાની પાંચ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, અમરેલીમાં ભાજપને લોઢાના ચણા ચાવવા પડશે

ભાવનગરની સાત બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, પશ્ચિમ બેઠક પર રહેશે સૌની નજર

બોટાદ જિલ્લાની 2 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, ભાજપને આતરિક વિવાદ નડી શકે છે

નવસારી જિલ્લાની 4 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, જલાલપુર બેઠક ઉપર કોળી મતદારોનો પ્રભાવ

તાપી જિલ્લાની બે બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, વ્યારામાં કોંગ્રેસના પુનાજી ગામીત અને ભાજપના મોહન કોકણી વચ્ચે જંગ જામશે

ડાંગની એક બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, કોંગ્રેસનો ગઢમાં 7 વર્ષથી ભાજપનું શાસન

વલસાડ જિલ્લાની 5 બેઠક પર જામશે જંગ, ધરમપુરમાં અપક્ષ ઉમેદવાર ભાજપ-કોંગ્રેસને ટક્કર આપશે?

દ્વારકા જિલ્લાની બે બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, ખંભાળિયામાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર

નર્મદા જિલ્લાની બે બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, આ બેઠક પર રહેશે સૌની નજર

ભરૂચની 5 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, ઝઘડીયામાં પિતા-પુત્ર જ્યારે અંકલેશ્વરમાં બે સગાભાઈ સામ સામે

પોરબંદર જિલ્લાની બે બેઠકો પર જામશે ચૂંટણી જંગ, કુતિયાણા બેઠક પર રહેશે સૌની નજર

અન્ય સમાચારો પણ છે...