તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે તો સુધરો:ગુજરાત પોલીસે ચાર દિવસમાં કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન ન કરવા બદલ લોકો પાસેથી 2.66 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાર દિવસમાં ગુજરાતીઓએ 2.66 કરોડનો દંડ ભર્યો - Divya Bhaskar
ચાર દિવસમાં ગુજરાતીઓએ 2.66 કરોડનો દંડ ભર્યો
  • રાજ્યમાં એવરેજ 6600 લોકો માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ દંડાયા
  • 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન 26761 લોકો પાસેથી 2.66 કરોડનો દંડ વસૂલ કરાયો
  • ચાર મુખ્ય શહેરોમાં કર્ફ્યૂના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2373 વાહનો જપ્ત કરાયા

ગુજરાત પોલીસે 4 દિવસોમાં કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ, માસ્કના નિયમનું ઉલ્લંઘન અને જાહેરમાં થૂંકવા બદલ નાગરિકો પાસેથી 2.66 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. PTI મુજબ બુધવારે ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી હતી. આ રિપોર્ટ મુજબ, 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી દંડ પેટે 1000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

માસ્ક ન પહેરનારા લોકો દંડાયા
ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલી રિપોર્ટ મુજબ, રાજ્યમાં કોવિડ-19થી સંબંધિત ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન રોજના એવરેજ 6600 લોકોને દંડ કરાયો હતો. અધિકારીના કહેવા મુજબ, માસ્કના નિયમનું ઉલ્લંઘન કરીને ફરતા અને જાહેરમાં થૂંકનારા 26761 લોકો પાસેથી આ 4 દિવસમાં 2.66 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલાયા છે.

કાર ચાલકને દંડ કરી રહેલી પોલીસની ફાઈલ તસવીર
કાર ચાલકને દંડ કરી રહેલી પોલીસની ફાઈલ તસવીર

1300 લોકો સામે ફરિયાદ નોંધાઈ
રિપોર્ટ મુજબ, એડમિનિસ્ટ્રેશન દ્વારા કોરોનાને ફેલાતો રોકવા માટે અપાયેલા આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા 1300 લોકો સામે IPCની સેક્શન 188 હેઠળ ફરિયાદ પણ આ ચાર દિવસ દરમિયાન નોંધવામાં આવી છે. જ્યારે કોવિડ-19 સંબંધિત નિયમો તોડનારા અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા 2410 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. ઉપરાંત ચાર મુખ્ય શહેરો, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2373 વાહનો જપ્ત કરવામાં આવેલા છે.

DGPનો પોલીસને નિયમોનું કડક પાલન કરાવવા આદેશ
નોંધનીય છે કે રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને જોતા DGP આશિષ ભાટિયાએ પોલીસ અધિકારીઓને કોરોના વાયરસ સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાના આદેશ આપેલા છે. તેમણે તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લાના પોલીસ વડાઓને પત્ર લખીને લોકો ફરજિયાત માસ્ક પહેરે તે જોવા માટે કડક નિયમોનું પાલન કરાવવા માટે સખત શબ્દોમાં નિર્દેશ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો