ભૂવાઓનું સામ્રાજ્ય:અમદાવાદમાં 2635 કિમીનું રોડ નેટવર્ક, વર્ષે એક હજાર કિમી રોડ પર ખોદકામથી વરસાદમાં ખાડા પડે છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાલમાં મસમોટો ભૂવો પડ્યો. - Divya Bhaskar
વસ્ત્રાલમાં મસમોટો ભૂવો પડ્યો.
  • વરસાદ પછી ત્રણ દિવસમાં 4358 ખાડા પૂર્યા હોવાનો મ્યુનિ.નો દાવો
  • દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 993, ઉ. પશ્ચિમ ઝોનમાં 892 અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા 267 ખાડા પુરાયા
  • પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 6 સ્થળે ભૂવા પડ્યા

શહેરમાં 2635 કિલો મીટરના રોડ પર વારંવાર ખોદકામને કારણે તેમજ અન્ય કારણોસર પ્રતિવર્ષ 1 હજાર કિલો મીટરના રોડ બગડી જાય છે, બેસી જાય છે કે તૂટી જાય છે. શહેરમાં 13 જુલાઇ પછી 4335થી વધારે ખાડા પૂર્યાનો મ્યુનિ.એ દાવો કર્યો છે. જેમાં 13 જુલાઇએ 1789 અને 16મીએ 1092 ખાડાઓ પુરવામાં આવ્યા છે.

શહેરમાં ભારે વરસાદ બાદ અનેક રોડ પર ખાડા પડી ગયા છે. જે ખાડાઓ પુરવા માટે મ્યુનિ.એ ક્વાયત શરૂ કરી છે. તેમજ અનેક રસ્તાઓ ધોવાઇ ગયાની પણ ફરિયાદો ઉઠી છે. નોંધનીય છેકે, શહેરમાં 2635 કિ.મી.ના રોડ છે. જોકે શહેરમાં સતત નવા નેટવર્ક નાખવા, નેટવર્ક અપગ્રેડ કરવા, ફોલ્ટ રિપેરિંગ કરવા સહિતના અનેક કામગીરી માટે પ્રતિવર્ષ 800થી 1000 કિમીના રોડ ખોદી નાખવામાં આવે છે. પરિણામે શહેરીજનોને મોટી સંખ્યામાં તૂટેલા રસ્તા મળે છે.

ઝોનવાર પૂરાયેલાં ખાડાનું સરવૈયું

ઝોનખાડા પુરાયાભૂવા પડ્યા
પશ્ચિમ6576
ઉ.પશ્ચિમ8923
દ.પશ્ચિમ2775
પૂર્વ7232
દક્ષિણ9935
મધ્ય2674
ઉત્તર5493
કુલ435828

ભારે વરસાદને કારણે 28 સ્થળે ભૂવા પડ્યા

શહેરના પડેલા ભારે વરસાદને કારણે સ્ટોર્મવોટર અને ડ્રેનેજ લાઇન વર્ષો જુની હોવાને કારણે ચોમાસા દરમિયાન પાઇપના ક્રાઉન કોરોઝન તથા માટીના પ્રેસરને કારણે બ્રેકડાઉન થયું હતું. નોંધનીય છેકે, 28 જેટલા સ્થળે થયેલા બ્રેકડાઉનને બાદ તંત્ર દ્વારા 21 સ્થળે પુરાણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 6 સ્થળે ભૂવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...