તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:અમદાવાદ સિવિલમાં એક જ દિવસમાં મ્યુકર માઇકોસિસના 26 કેસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાના નવા 47 કેસ, સતત 8 દિવસથી 2 મોત
  • 103 દર્દી સાજા થતાં રજા અપાઈ, શહેરમાં હવે માત્ર 1282 એક્ટિવ કેસ

સિવિલમાં આવતાં મ્યુકર માઈકોસિસના દર્દીની સંખ્યામાં છેલ્લા 24 કલાકમાં અચાનક વધારો થવા સાથે નવા 26 દર્દી દાખલ થયા હતા. જ્યારે એકનું મૃત્યુ થયું હતું. હાલ સિવિલમાં આ રોગના 260 દર્દી દાખલ છે. જ્યારે 14ને રજા આપવામાં આવી હતી.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.જયપ્રકાશ મોદી જણાવે છે કે, એક અઠવાડિયાથી હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસના કેસમાં ક્રમશ ઘટાડો નોંધાવાની સાથે દાખલ થતાં નવા દર્દીની સંખ્યા 25-30થી ઘટીને 7 પર પહોંચી હતી. પરંતુ, ગુરુવારે મ્યુકર માઇકોસિસના નવા 26 દર્દીઓ દાખલ થયા હતા.

બીજી તરફ કોરોનાના નવા 47 કેસ નોંધાવા સાથે સતત ચોથા દિવસે કેસનો આંકડો 50થી ઓછો રહ્યો હતો. જો કે, આશ્ચર્યનજક રીતે સતત 8મા દિવસે કોરોનાથી બે દર્દીના મૃત્યુનો આંકડો મ્યુનિ.એ દર્શાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 103 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હજુ પણ 1282 એક્ટિવ કેસ છે.

ત્રીજી લહેરના સામના માટે તૈયારી
શહેરમાં ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ બની રહ્યું છે. મ્યુનિ. કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને તમામ અધિકારીઓને તે માટેની નિશ્ચિત જવાબદારીઓ ફાળવી દીધી છે. સમગ્ર પ્રક્રિયામાં માત્ર 2 જ ડીવાયએમસી કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપાઇ છે. જ્યારે 15 પૈકીની 13 જવાબદારીઓ મ્યુનિ. અધિકારીઓને જ સોંપાઇ છે. જો આગામી દિવસોમાં મોટા પાયે બદલીઓ થાય તો આ લિસ્ટ બદલવું ન પડે તે માટે ડીવાયએમસીઓનો આ લિસ્ટમાં સમાવેશ થયો નથી. મ્યુનિ. દ્વારા મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ, વેક્સિનેશન, સંજીવની-ધન્વંતરિ રથ, 108 એમ્બ્યુલન્સ, ડેશબોર્ડ, દવા સાધન સામગ્રી, ઓક્સિજન સપ્લાય, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીની જવાબદારી જુદા જુદા અધિકારીને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...