તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:અમદાવાદમાં ન્યુ IIMના એક ડોમ સહિત વધુ 20 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 5 દૂર કરાયા, હવે 228 અમલી બન્યાં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ન્યૂ IIMની ફાઈલ તસવીર - Divya Bhaskar
ન્યૂ IIMની ફાઈલ તસવીર
  • નવા કન્ટેનમેન્ટ ઝોનમાં 26 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 213 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે વસ્ત્રાપુરના ન્યૂ IIMનો વધુ એક ડોમ સહિત 20 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે રાણીપ, જોધપુર, ઘાટલોડિયા અને બોડકદેવના 5 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 228 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (26 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

20 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઈન્ડિયા કોલોનીના બંસી એપાર્ટેમેન્ટ-પાર્ટ-1માં 18 મકાનોના 49 લોકો, ઠક્કરનગરના શ્યામધામ સોસાયટીના 14 મકાનોના 65 લોકો, ખોખરાની સુવિધા પાર્ક સોસાયટીના 6 મકાનોના 34 લોકો, મણિનગરના કુમદ એપાર્ટમેન્ટના 24 મકાનોના 90 લોકોને રખાયા છે.

જ્યારે જોધપુરમાં મંગલમ્ એપાર્ટમેન્ટના 2 મકાનોના 9 લોકો, બોપલની ગાર્ડન રેસિડેન્સીના 4 મકાનોના 17 લોકો, સાઉથ બોપલના સફલ પરિસર 1ના 4 મકાનોના 14 લોકો, સેટેલાઈટના ઈન્દ્રપ્રસ્થ-3ના 4 મકાનોના 15 લોકો, રિધ્ધિ ટાવરના 8 મકાનોના 31 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ઠ કરાયા છે.

તો ગોતાના અનમોલ આગમનના 20 મકાનોના 80 લોકો, યુનિક આશિયાનાના 28 મકાનોના 100 લોકો અને સાયન્સ સિટી રોડના વેદાંત એપાર્ટમેન્ટમાં 6 મકાનોના 25 લોકો, બોડકદેવના મંગલમ્ એપાર્ટમેન્ટના તમામ 16 મકાનોના 65 લોકો અને સુરેલ એપાર્ટમેન્ટના 12 મકાનોના 50 લોકો, ઘાટલોડિયાના આલેખ કોમ્પલેક્સના 12 મકાનોના 50 લોકો, રાણીપની ભાવના સોસાયટી વિભાગ-1ના 4 મકાનોના 18 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.

શહેરમાં સતત ત્રીજીવાર 500થી વધુ કેસ નોંધાયા
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે 500થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 558 નવા કેસ અને 464 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,341 પર પહોંચ્યો છે. 24 માર્ચની સાંજથી 25 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 551 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 551 અને જિલ્લામાં 9 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,935 થયો છે. જ્યારે 64,735 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.