કોરોના સંક્રમણ વધ્યું:શહેરમાં કોરોનાના કેસ વધ્યાં, જોધપુર, નવરંગપુરા, નારણપુરા, થલતેજ અને ગોતામાં 5 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 26 ફેબ્રુઆરીથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે નવા 5 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જોધપુર, નવરંગપુરા, નારણપુરા, થલતેજ અને ગોતામાં એમ પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 82 ઘરોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (26 ફેબ્રુઆરી)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

સતત ચાર દિવસથી 70થી વધુ કેસ
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને છેલ્લા ચાર દિવસથી 70થી વધુ કેસ નોઁધાયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં ઉછાળો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં શહેરમાં 75 નવા કેસ અને 86 દર્દી સાજા થયા છે. જ્યારે એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,311 થયો છે. 24 ફેબ્રુઆરીની સાંજથી 25 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 71 અને જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 81 અને જિલ્લામાં 5 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,468 થયો છે. જ્યારે 59,592 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...