રેકોર્ડબ્રેક ઉજવણી:મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમની 7 દેશોના 2575 હરિભક્તો એકસાથે કરી ઉજવણી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી - Divya Bhaskar
મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી
  • “વર્લ્ડ લાર્જેસ્ટ ઓનલાઈન પેટ્રિઓટિક ફેસ્ટીવલ 2021” હેઠળ કાર્યક્રમને વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ
  • સાત દેશોના બાળકો, યુવાઓ, મહિલાઓ અને વૃદ્ધો કાર્યક્રમમાં જોડાયા

શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના વારસદાર આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી જ્યારે ભારત દેશ આઝાદ થયે 2021મા 74 વર્ષ પૂર્ણ કરી 75માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે ભારતના દીર્ઘદ્રષ્ટા અને ભારતને હંમેશા ઊંચાઈ પર જોનાર નરેન્દ્ર મોદી કે જેઓ ભારતના વડાપ્રધાન તરીકે સ્થાન સુશોભિત કરી રહ્યા છે. અને તેઓએ ભારતના 75 વીક ઉજવવાનું નક્કી કર્યું છે. જેનો પ્રારંભ દાંડી યાત્રાથી અમદાવાદમાં કરવામાં આવ્યો હતો. આ 15 ઓગસ્ટે 75 વર્ષ પુરાં થઈ 75માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ એક નવતર પ્રયોગ આજે કરવામાં આવ્યો.

7 દેશોના હરિભક્તો કાર્યક્રમમાં જોડાયા
7 દેશોના હરિભક્તો કાર્યક્રમમાં જોડાયા

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દરેક કાર્યમાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને રહે છે. એ પ્રમાણે આ 15મી ઓગસ્ટે 75માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે 8 મિનિટ અને 26 સેકન્ડ “જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા...” એ ગીત પર સમગ્ર વિશ્વમાંથી ભક્તો જોડાયા હતા. જેમાં 7 વર્ષની વયથી લઈને 95 વર્ષની વય સુધીનાં ભક્તો જોડાયેલા હતા. નાનાં બાળકો, યુવાનો, ભાઈ બાઈ – અબાલવૃદ્ધ બધાં જ હળી - મળીને રાષ્ટ્રીય ગીત ઉપર કોઈકે પેઇન્ટિંગ કર્યા હતા, કોઈ કે ડ્રોઈંગ કર્યા હતા, કોઈ કે નૃત્ય કર્યા તો કોઈ કે વેશભૂષા કરી અને કોઈ કે જ ગીત ગાયું અને કોઇ કે પોતાની વાદ્ય શક્તિથી તે ગીતના તાલમાં તાલ મેળવી સહુ કોઈ રસ તરબોળ બન્યા હતા.

2575થી વધુ બાળકો યુવાનો વૃદ્ધો ભાઈઓ - બહેનો તથા સંતોએ ભેગા મળી 15 ઓગસ્ટના દિવસે કાર્યક્રમમાં ભાગ લીધો
2575થી વધુ બાળકો યુવાનો વૃદ્ધો ભાઈઓ - બહેનો તથા સંતોએ ભેગા મળી 15 ઓગસ્ટના દિવસે કાર્યક્રમમાં ભાગ લીધો

આ મહોત્સવમાં એકસાથે ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના 2575થી વધુ બાળકો યુવાનો વૃદ્ધો ભાઈઓ - બહેનો તથા સંતોએ ભેગા મળી 15 ઓગસ્ટના દિવસે સાંજે 6 વાગ્યે આ કાર્યક્રમને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સર્વેએ ઓનલાઇન ઊજવ્યો હતો. વિશેષમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આ કાર્યક્રમમાં 75 X 75 ફૂટ વિશાળ ભારત રાષ્ટ્રનો નક્શો, 75 ફૂટના ભારતના નક્શામાં દેશનું ભાવિ યુવાધન 1947થી અત્યાર સુધીના વડાપ્રધાનોની જાંખી, સંતોનું સંગીત કલાવૃંદ પ્રસ્તુત કરેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનો કોન્સેપ્ટ ડેપ્યુટી મહંત શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, મહેશ પંડ્યા કર્યો હતો.

વર્લ્ડ લાર્જેસ્ટ ઓનલાઈન પેટ્રિઓટિક ફેસ્ટિવલ - 2021 ભારત સહિત વિશ્વના સાત દેશોના 2575 નાનાં બાળકોથી માંડીને મોટી ઉંમરના હરિભક્તોએ ઓનલાઇન ડ્રોઈંગ, રંગોળી, ડાન્સ, વેશભૂષા, સિંગિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ વગેરેમાં ભાગ લઈ યોજાયો હતો. ઉપરાંત સનાતની હિન્દુ ધર્મના શ્રી સ્વામિનારાયણ મંદિરના શિખરોને પણ તિરંગાથી સજાવાયા હતા. જે અન્વયે ડાયરેક્ટર ઓફ વર્લ્ડ રેકોર્ડ પવન સોલંકી દ્વારા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતવૃંદને વર્લ્ડ રેકોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા.