તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 256 Micro Entertainment Zones In Ahmedabad: 220 In Goyal Complex, Bodakdev, 250 In Gotani Shayona Green, 250 In Goyal Intercity, Thaltej

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર વધ્યો:અમદાવાદમાં 256 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનઃ બોડકદેવના ગોયલ કોમ્પલેક્ષમાં 220, ગોતાની શાયોના ગ્રીનમાં 250, થલતેજની ગોયલ ઇન્ટરસિટીમાં 250 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે એકપણ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કોરાનાના નવા કેસ નોંધાતાં 32 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 256 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે, જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 7, સાઉથ વેસ્ટ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 8, વેસ્ટ ઝોનના 9, નોર્થવેસ્ટ ઝોનના 6 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

જેમાં બોડકદેવ વિસ્તારના મેમનગરમાં આવેલા ગોયલ કોમ્પલેક્ષમાં 64 ઘરોમાં રહેતા 220 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે. આ ઉપરાંત ગોતામાં આવેલી શાયોના ગ્રીનમાં 60 ઘરોમાં રહેતા 250 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. થલતેજમાં આવેલી ગોયલ ઇન્ટરસિટીમાં આવેલા 64 ઘરોમાં રહેતા 250 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં આવેલા ભિક્ષુક ગૃહ અને નારી સંરક્ષણ ગૃહમાં પણ કોરોના ફેલાયો. બંનેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser