ઓનલાઈન ફ્રોડ:​​​​​​​અમદાવાદમાં IPLની ફાઈનલ મેચની ટિકિટ અપાવવાની લાલચ આપી 2.56 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર ઝડપાયો

​​​​​​​અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકના ફોન પર ટિકિટ વિભાગના કર્મચારી બનીને ફેક કોલ આવ્યો હતો

આજના આધુનિક યુગમાં ડીજીટલ ટ્રાન્ઝેક્શન તથા ટેકનોલોજીનાં ઉત્તરોતર વધતાં ઉપયોગથી નાગરીકોની સુવિધાઓમાં થતાં વધારાની સાથો સાથ સાયબર ક્રાઇમના બનાવો પણ બનતાં હોય છે. એવો એક કિસ્સો અમદાવાદમાં યોજાયેલી IPLની ફાઈનલ મેચ સમયે સામે આવ્યો હતો. જગ્યાએ અજાણ્યા નંબર પરથી એક યુવકને કોલ કરી ટિકિટ અપાવવાની લાલચ આપી 2.56 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ મામલે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આજે આરોપીની ધરપકડ કરી લીધી છે.

યુવકે વિચાર્યા વગર એકાઉન્ટ ડિટેલ આપી દીધી
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ યોજાઈ હતી. મેચને લઈને ક્રિકેટ ફેનમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક લોકો તો વધુ પૈસા ખર્ચીને પણ ટિકિટ ખરીદવા માટે તૈયાર હતા. જેનો ફાયદો કેટલાક ભેજાબાજોએ ઉઠાવ્યો હતો. એવી જ એક ઘટનાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી જેમા એક યુવકને મેચની ટિકિટ માટે ટિકિટ વિભાગના કર્મચારી બનીને ફેક કોલ આવ્યો હતો. યુવકે વિચાર્યા વગર પોતાના એકાઉન્ટની ડિટેલ આરોપીને આપી દીધી હતી. ત્યારબાદ આરોપીએ તેના એકાઉન્ટમાંથી 2.56 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

ફરિયાદ બાદ સાયબર ક્રાઈમે કર્યાવાહી શરૂ કરી
પૈસા ઓનલાઈન ટ્રાન્સફર થયા બાદ પણ યુવકને ટિકિટ ન મળતા તેને પોતાની સાથે થયેલા ફ્રોલ વિશે ખબર પડી, ત્યારબાદ તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં જોઈને પોતાની સાથે થયેલા ફ્રોડ અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે ટેકનીકલી તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...