તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રથયાત્રા વચ્ચે અમદાવાદમાં 25420 લોકોએ વેક્સિન લીધી, દરેક કેન્દ્ર પર 150 લોકોને જ અપાય એટલો સ્ટોક મળે છે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 18થી 44 વય જૂથના 12479 અને 45 વર્ષ ઉપરના 9159 લોકોને વેક્સિન અપાઈ
  • 60 વર્ષથી ઉપરના માત્ર 2335 લોકોને જ વેક્સિન આપવામાં આવી
  • સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા 372 લોકોને વેક્સિન આપવામાં આવી

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ફરી એકવાર પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. એક કેન્દ્ર પર 100થી 150 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેક્સિનેશન કેન્દ્રો ઉપર વેક્સિન આપવામાં આવે છે.

આજે સોમવારે રથયાત્રાના દિવસે કેટલાક વિસ્તારોમાં સવારે કર્ફ્યૂ હોવા છતાં 25420 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 14769 પુરુષ અને 10651 મહિલાઓએ વેક્સિન લીધી હતી. 18થી 44 વય જૂથના 12479 અને 45 વર્ષ ઉપરના 9159 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 2335 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા 372 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી 19663 જેટલા સુપર સપ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...