ટેક્સટાઈલ કમિશનરનું સોફ્ટવેર હેક:253 અરજી રિજેક્ટ કરાઈ; ​​​​​​​વેપારીઓને સબસિડીનો લાભ ન મળે તે માટે કારણ વગર જ અરજીઓ રિજેક્ટ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાઈબર ગઠિયાએ રજા પર ગયેલા ટેક્નિકલ ઓફિસરના યુઝર આઈડી પાસવર્ડનો ઉપયોગ કર્યો

શહેરમાં આવેલા ટેક્સટાઈલ કમિશનરની રિજિયોનલ ઓફિસ દ્વારા નાગરિકોની સહુલિયત માટે બનાવાયેલા ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ નામના સોફટવેરમાં કોઈ અજાણી વ્યકિતએ ગેરકાયદે લોગિન થઈને સોફ્ટવેર દ્વારા કરવામાં આવેલી 16 રિકવેસ્ટને કોઈ કારણ વિના રિટર્ન કરી અને 237 રિકવેસ્ટ પણ રિજેક્ટ કરી લોકોને સબસીડીનો લાભ ન મળે તેવુ કૃત્ય કર્યુ હતું. આ અંગે ટેક્સટાઈલ કમિશનર કચેરી દ્વારા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ટક્સટાઈલ કમિશનરની રિજિયોનલ ઓફિસમાં ટેક્નિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રુદ્રજ્યોતિ રશમય વારીસાએ સાઈબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ટેક્સટાઈલ કમિશનરની ઓફીસ દ્વારા કોઈ ટેક્સટાઈલ યુનિટ કે કંપની માટે લોન પર ટીયુએફએસ સ્કીમ અંતર્ગત સબસિડી મેળવી શકે તે માટે નાગરિકોની સહુલિયત માટે એક સોફ્ટવેર ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ નામથી લોન્ચ કરી હતી. જે સોફ્ટવેરની મદદથી કોઈપણ યુનિટ કે કંપની પોતાના લોગિન આઈડી પાસવર્ડ મેળવીને સબસિડીનો લાભ મેળવી શકે છે. આ માહિતી સોફટવેર એડમિન ચકાસીને તેને ફોરવર્ડ કરે છે.

દરમિયાન ગત 18 એપ્રિલથી 26 એપ્રિલ સુધી ટેક્નિકલ ઓફીસર રુદ્રજયોતિ કામ અર્થે કોલકાતા ગયા હતા. તે દરમિયાન 25 એપ્રિલે તેમની પર ઓફીસના સહાયક નિર્દેશક અરૂણ માકવેનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ઓફિસના ટીયીએફએસ સોફટવેરમાં તમારા નામના યુઝર આઈડી દ્વારા એક્ટિવિટી ચાલી રહી છે. તો શુ તમે આ એક્ટિવિટી કરી રહ્યા છો તેમ પૂછતા તેમણે ઇન્કાર કર્યો હતો, જેથી તેમનો યુઝરનેમ પાસવર્ડને બ્લોક કરી દીધો હતો, ત્યારબાદ તેમણે ઓફિસે પરત આવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણી વ્યક્તિએ તેમના યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને સોફ્ટવેરમાં કંપની દ્વારા કરવમાં આવેલી 16 રિક્વેસ્ટ કોઈ પણ કારણ વિના રિર્ટન કરી દીધી હતી.

આ ઉપરાંત આ સોફ્ટવેરમાં 237 રિક્વેસ્ટ પણ કારણ વિના રિજેક્ટ કરી દેવામાં આવી હતી. આમ નાગરિકોને સબસિડી ન મળે તેવું કૃત્ય કર્યાનંુ બહાર આવતા ટેક્નિકલ ઓફિસરે આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...