તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્જેક્શન જથ્થો:ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે 25 હજાર રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ, મીડિયા અહેવાલ પર રાજ્ય સરકારની સ્પષ્ટતા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મીડિયા અહેવાલો ફગાવીને રાજ્ય સરકારે કહ્યું કે ભાજપ શાસિત રાજ્યમાં રેમડેસિવિરનો જથ્થો મોકલાશે નહી

ગુજરાત સરકારે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કર્યા છે. હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિરની તંગી ઊભી ના થાય અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.

રાજ્ય સરકારે મીડિયા અહેવાલને ફગાવ્યા
આજે અમુક મીડિયામાં વહેતા થયેલા અહેવાલોમાં જણાવાયું છે કે ભાજપા શાસિત રાજ્યોને ગુજરાતમાંથી રેમડેસિવિર ઇન્જેક્શન મોકલવામાં આવશે. આ અહેવાલો બિલકુલ પાયા વિનાના અને તથ્ય વિહીન છે. ગુજરાત સરકારે રાજ્યમાં લોકો માટે પૂરતા પ્રમાણમાં આ રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યા છે અને ભાજપા શાસિત અન્ય રાજ્યોમાં આવા કોઈ જ રેમડેસિવિર ઇન્જેક્શન મોકલવાની વાત તથ્ય વિનાની અને સદંતર ખોટી બાબત છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

હાઈકોર્ટે સુઓમોટો PILની સુનાવણીમાં રાજ્ય સરકારને તતડાવી હતી
કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં સોમવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની તતડાવી હતી. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. રેમડેસિવિર ઈન્જેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્જેક્શન કેમ નથી મળી શકતાં? હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર 40 એમ્બુલન્સની લાઈન કેમ લાગે છે? આવા સવાલો કરીને હાઈકોર્ટે તરત આકરાં પગલાં લેવા સરકારને તાકીદ કરી છે. “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળની PILની હવે આગામી 15મીએ સવારે 11 વાગ્યે વધુ સુનાવણી થશે.

સરકારનો જવાબ - રેમડેસિવિર એ કોઈ પેરાસિટામોલ નથી
ચીફ જસ્ટિસે કહ્યુ હતું કે પહેલા મારે બે વાત કરવાની છે, મીડિયા ખૂબ સારું કામ કરે છે. તેમની કામગીરી ધન્યવાદને પાત્ર છે. પ્રેસ અને મીડિયા ખૂબ એક્યુરેટ રિપોર્ટ આપે છે. અમને ખબર છે કોવિડને આપણે એકલા નિયત્રંણમાં લઇ શકવાના નથી. હવે અમે તમને આપેલા 5 સવાલોનો ખુલાસો કરો. ત્યારે સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, તબીબો આડેધડ અમુક દવાઓ આડેધડ લખી આપે છે. જે લોકો ઘરે સારવાર લેતા હોય છે તેઓ જરૂર ન હોય છતા ડોકટરોની સલાહ મુજબ ઇન્જેકશનોનો આડેધડ ઉપયોગ કરે છે. અત્યારે લોકો માત્ર ઘરે આઇસોલેટ થાય ત્યારથી 6 ઇન્જેકશનનો સ્ટોક કરી લે છે. અત્યારે દેશમાં માત્ર 7 જગ્યાએ ઇન્જેકશનો બને છે.100 એમએલનું એક એવા 1 લાખ 75 હજાર ઇન્જેકશનનું ઉત્પાદન કરી છે, ઇન્જેકશનને ઇમ્પોર્ટ કરતા નથી. આ કોઇ પેરાસિટિમોલ દવા નથી ખૂબ જોખમી ઇન્જેકશન છે તેનો ગમે તેમ ઉપયોગ કરે છે લોકો. 25 ટકા વાયલ ગુજરાતને મળે છે. અમને જરૂર પડશે તો એવું વિચારીને લોકો સંગ્રહ કરે છે.

ઝાયડસ હોસ્પિટલે 12 એપ્રિલથી રેમડેસિવિરનું વેચાણ બંધ કર્યુ
ઝાયડસ હોસ્પિટલે 12 એપ્રિલથી રેમડેસિવિરનું વેચાણ બંધ કર્યુ

મીડિયાના અહેવાલો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ છેઃ હાઈકોર્ટ
સરકાર વતી એક સમયે આ સુનાવણીમાં એવી દલીલ કરાઈ હતી કે મીડિયામાં આવતા અહેવાલો તથ્યહીન છે અને બેજવાબદારીભર્યા છે. આ દલીલ સાંભળતાં જ ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે સરકારને પોતાની કામગીરી પર ધ્યાન આપવાનું કહીને ઉમેર્યું હતું કે પ્રસાર માધ્યમો એટલે કે મીડિયાના અહેવાલોમાં તથ્ય નથી એવું કહી ન શકાય. અમે પણ મીડિયા અહેવાલો અને વાસ્તવિક પરિસ્થિતિ બંને જોઈએ છીએ. ઊલટાનું મીડિયા અત્યારે જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરી રહી છે. આને બદલે સરકાર 14મી સુધી જે પણ પગલાં લે એનું એફિડેવિટ આગામી 15મીની સુનાવણીમાં રજૂ કરે.

અન્ય સમાચારો પણ છે...