તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:ઘરે જવા માટે 3400ની વ્યવસ્થા અને ભેગા થયા 25000 પરપ્રાંતિયો, વતન જવાની રાહમાં બાળકો સાથે આખી રાત રસ્તા પર સુતા રહ્યાં

અમદાવાદ9 મહિનો પહેલા
એકઠા થયેલા પરપ્રાંતિયો
  • આખરે મહિલા-બાળકો સહિત સૌને મેમકો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઇ જવા પડ્યાં

કોરોના મહામારીને પગલે દેશભરમાં લાગુ થયેલા લોકોડાઉનના ત્રણ તબક્કાએ લોકોની જિંદગી ધરમૂળથી બદલી નાંખી છે. પહેલા લોકડાઉન સમયે તો લોકોને ઘરમાં રહેવા માટે સમજાવતા સ્થિતિ કાબૂમાં રહી હતી.ત્યાર બાદના બીજા અને ખાસ કરી ત્રીજા લોકડઉનમાં રાશન,રોજગારી અને હવે હિંમત ખૂટી ગયા છે. લોકો કોરોના કરતા ભૂખથી ડરી રહ્યા છે અને વતનમાં બે રોટલી મળશે તેવી આશાએ વતનની વાટ પકડવા માટે ઠોકરો ખાઈ રહ્યાં છે. જેમાં સરકાર પાસે વતન જવાની મંજૂરી કે કોઈ અન્ય વ્યવસ્થા કરવાના પ્રયાસથી લઈ ચાલીને પણ વતન જવા નીકળી રહ્યાં છે. સોમવારે નરોડામાં આવો જ માહોલ જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાંથી વતન જવા માટે લગભગ 25000 પરપ્રાંતિયો ઉમટી પડ્યાં હતા અને વતન જવાની રાહમાં બાળકો સાથે રસ્તા પર રાત વિતાવી  હતી. 

વતનમાં જવાની વ્યવસ્થા થઈ રહી હોવાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટ્યાં
છેલ્લા કેટલાય દિવસથી હજારો પરપ્રાંતિયો પોતાનું ઘર છોડીને ટ્રેનમાં જવાની વ્યવસ્થા કરવામાં લાગ્યા છે. જેને પગલે નરોડામાં દરરોજ હજારો પરપ્રાંતિયો ટિકિટનું રજિસ્ટ્રેશન કરવા કે ટ્રેનમાં જવાની વ્યવસ્થા કરવા એકઠા થાય છે. સોમવારે અહીં એક બે નહીં પણ લગભગ 25 હજાર પરપ્રાંતિયો ભેગા થઈ ગયા અને વતનમાં જવા મળશે તેવી આશ સાથે રસ્તા પર જ સુઈ જવા મજબૂર બન્યા હતા.નરોડા પાસેના બગલા એરિયામાં રોજ પરપ્રાંતિયો વતન જવા માટે ધારાસભ્યની ઓફીસ પાસે આવે છે. જ્યાં અલગ અલગ લોકો દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. તેમાં પણ લોકોને ખબર પડી કે અહીં વતનમાં જવા માટેની વ્યવસ્થા થઈ રહી છે તેઓ એકઠા થવા લાગ્યા હતા. જો કે વાસ્તવમાં ત્યાં માત્ર 3400 લોકોને જ જવાની વ્યવસ્થા થઈ શકે તેવી સ્થિતિ હતી.

સ્થાનિક સોસાયટીવાસીઓએ જેમ તેમ કરીને જમવાની વ્યવસ્થા કરી
આ અંગે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ જણાવ્યું હતું કે, કાલે લોકો અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી આવ્યા તેની સાથે કોઈ કચ્છ કોઈ અન્ય ગામોથી ટેમ્પો ભરીને આવ્યા હતા. અમારી પાસે રજીસ્ટ્રેશન કરાવીને જનારા લોકોનો સંખ્યા 3400 હતી. પરંતુ 25000 લોકો ભેગા થઈ ગયા હતા. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતા. તેઓ જવાની આશા સાથે રસ્તા પર સુઈ ગયા પરંતુ લોકોની ભીડ વધવા લાગતા તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવી જરૂરી હતી એટલે આખી સોસાયટીમાં લોકો મદદ માટે સામે આવ્યા અને કોઈ નાસ્તો કોઈ પાણી કોઈ ચા લઈને આવ્યું હતું. જેમતેમ કરીને તેઓની જમવાની વ્યવસ્થા થઈ હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરતા આ લોકોને મેમકો પાસેના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં મોકલવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો