નિર્ણય:ખાનગી સ્કૂલોમાં 2500 અને AMC સ્કૂલોમાં 105 શિક્ષકની ભરતી થશે; દિવાળી પછી પ્રાથમિક વર્ગો ઓફલાઈન શરૂ કરવાની યોજના

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિદ્યાર્થીઓ-શિક્ષકોનો રેશિયો જાળવવા ભરતી કરવી પડશે

રાજ્ય સરકાર દિવાળી બાદ પ્રાથમિક સ્કૂલના તમામ વર્ગો ઓફલાઇન શરૂ કરશે તો શહેરની મ્યુની. સ્કૂલોમાં 105 અને ખાનગી સ્કૂલોમાં 2500 શિક્ષકોની ભરતી કરાશે. કારણ કે ઓફલાઇન સ્કૂલો શરૂ થતાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે દરેક સ્કૂલોએ શિક્ષકોની સંખ્યા નિયમ પ્રમાણે રાખવી ફરજિયાત રહેશે. આ માટે દરેક સ્કૂલો ઓફલાઇન શરૂ થતા શિક્ષકોની ભરતી કરશે.

દિવાળી બાદ સરકાર દ્વારા પ્રાથમિક સ્કૂલના તમામ વર્ગો ઓફલાઇન શરૂ કરવાનો અંદાજો વાલી અને સ્કૂલ સંચાલકોને આપ્યો છે. જેથી ખાનગી સ્કૂલ સંચાલકોની સાથે મ્યુનિ. સ્કૂલના અધિકારીઓ દ્વારા શિક્ષકોની ભરતીની તૈયારી શરૂ કરી છે. ઓનલાઇન વર્ગોમાં શિક્ષકોની ઓછી સંખ્યાનો ઉપયોગ હોવાથી મોટાભાગની સ્કૂલોએ પોતાના ઘણા શિક્ષકોને છૂટા કર્યા હતા. જેથી તેઓને પગાર ચૂકવણી ન કરવી પડે. મ્યુનિ.સ્કૂલોના શાસનાધિકારી એલ.ડી દેસાઇએ જણાવ્યું હતું કે, મ્યુનિ. સ્કૂલોમાં દિવાળી બાદ 105 શિક્ષકોને હંગામી ધોરણે ભરતી કરાશે.

સૌથી વધુ સંખ્યા અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં થશે. આ માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે.ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, શહેરની 970 જેટલી પ્રાથમિક સ્વિનિર્ભર સ્કૂલમાં 2500 શિક્ષકોની ભરતી થશે.

છૂટા કરાયેલા શિક્ષકોને પ્રથમ તક મળશે
સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, કોરોના દરમિયાન મોટાભાગની સ્કૂલોએ પોતાના સ્ટાફની સંખ્યામાં ઘટાડો કર્યો હતો. હવે જ્યારે દિવાળી બાદ તમામ ધોરણો ઓફલાઇન શરૂ થઇ રહ્યાં છે ત્યારે શિક્ષકોની ભરતી દરમિયાન સૌથી પહેલા પોતાના છૂટા કરાયેલા સ્ટાફને પસંદગીમાં પ્રાથમિકતા અપાશે.

અન્ય સમાચારો પણ છે...