તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ફ્રેન્કફર્ટમાં ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત 250 ભારતીયો અટવાયા, કેનેડા જવા માગતા ભારતીયો પર સર્બિયાએ નિયંત્રણો લાદયાં

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરાવવા લાગેલી ભારતીયોની લાઇન. - Divya Bhaskar
ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરાવવા લાગેલી ભારતીયોની લાઇન.
  • બેલગ્રેડમાં ફસાયેલાઓને એમ્બેસીની મદદથી બહાર કઢાયા

ભારતથી કેનેડા જવા માટે હાલમાં સીધી ફ્લાઇટને મંજૂરી ન હોવાથી વિદ્યાર્થીઓ બેલગ્રેડ થઈને કેનેડા પહોંચી રહ્યાં છે. જોકે સર્બિયાએ કોરોના ગાઇડલાઇનમાં એકાએક ફેરફાર કર્યો હતો અને પ્રથમ 7 દિવસનું ક્વોરન્ટાઇન ફરજિયાત કર્યું અને બાદમાં ભારતીય મુસાફરો પર નિયંત્રણો લાદી દીધાં હતાં, જેના કારણે બેલગ્રેડ પહોંચી ગેયાલા 250 લોકો એરપોર્ટ પર ફસાયા હતા. જેમને એમ્બેસીની મદદથી બહાર કઢાયા હતા. બીજી તરફ સોમવારે ફ્રેન્કફર્ટ થઈ બેલગ્રેડ જવા માગનારા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત 250 લોકો ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર જ અટવાયા હતા. જોકે બાદમાં ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર આરટીપીસીઆરની સુવિધા શરૂ થતાં લોકો માટે કેનેડા જવા માટેનો રસ્તો મોકળો થયો હતો.

કેનેડામાં જવા માટે ભારતમાં કરેલા આરટીપીસીઆરને મંજૂરી નથી અને કેનેડા માટેની સીધી ફ્લાઇટને પણ મંજૂરી નથી. વિદ્યાર્થીઓ બેલગ્રેડ અને એમ્સસ્ટેરડમ થઈને કેનેડા પહોંચી રહ્યાં છે. જેથી ટ્રાવેલિંગ ખર્ચમાં 1 લાખ સુધીનો વધારો થયો છે. કેનેડા 70થી 90 હજારમાં પહોંચતા હતા તેઓને હવે 2 લાખ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...