કોવિડ-19 મૃતકોને સહાય:શહેરના પ્રત્યેક સિવિક સેન્ટરે 250 ફોર્મ મુકાયાં; મ્યુનિ.એ 60 સિવિક સેન્ટરો પર 50 હજારની સહાય માટેનાં 15 હજાર ફોર્મ મૂક્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ​​​​​​​સિવિલમાં બીજી લહેર વખતે જ 40 હજારથી વધુ દર્દી દાખલ થયા હતા

અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મોત 3357 છે, જેની સામે કોરોનાથી થયેલા મૃત્યુ બાદ પરિવારજનોને રૂ.50 હજારની સહાય માટેના બુધવારે 15 હજાર ફોર્મ સિવિક સેન્ટરો પર મુકાયાં હતાં. મ્યુનિ.એ તમામ સિવિક સેન્ટર પર 250 ફોર્મ મૂક્યાં છે. શહેરમાં 60 સિવિક સેન્ટર છે, એટલે કે માત્ર સિવિક સેન્ટરો પર જ 15 હજાર ફોર્મ પ્રથમ દિવસે જ ઉપલબ્ધ કરાવાયા છે. નાગરિકો ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશે. ઉપરાંત જન્મમરણ નોંધણી કચેરી ખાતે પણ આ ફોર્મની નકલ મળશે. જે નાગરિકનું મૃત્યુ કોરોનામાં થયું હોય પણ જો તેમના મૃત્યુનું કારણ અલગ દર્શાવ્યું હોય તો તેમના સ્વજનોને પણ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાનું રહેશે.

આ સ્થળે ફોર્મ મળશે

  • નજીકનાં સિવિક સેન્ટર
  • જન્મમરણ નોંધણી વોર્ડ ઓફિસ, હેડ ઓફિસ
  • www.ahmedabadcity.gov.in પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.

સિવિક સેન્ટરની સંખ્યા
પશ્ચિમ ઝોન-12, પૂર્વ ઝોન-8, મધ્ય ઝોન-8, દક્ષિણઝોન-9, ઉત્તર ઝોન-10, નવા પશ્ચિમઝોન-9

કોરોનાથી સૌથી વધુ મોત સિવિલમાં થયાં
સિવિલ કેમ્પસની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાની પ્રથમ લહેરના આઠ અને બીજી લહેરના સાત મહિના દરમિયાન કુલ 40 હજારથી વધુ દર્દીઓ દાખલ થયાના સત્તાવાર આંકડા છે. સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે, સિવિલમાં આવતા દર્દીને કોવિડ સસ્પેક્ટેડ અને કોવિડ કન્ફર્મ તરીકે જુદા જુદા વોર્ડમાં દાખલ કરાયા હતા. દર્દી મૃત્યુ પામે તેના સગાને તાત્કાલીક ડેથ સર્ટિ આપી દેવાતું હતું અને કોઝ ઓફ ડેથનું સર્ટિફિકેટ 21 દિવસ બાદ અપાતું આવતું હતું. ડૉક્ટરોની કમિટી જે દર્દીના મૃત્યુનું કારણ કોરાના હતું તેમના સર્ટિફિકેટમાં કોરોનાથી મોત લખતા હતા જ્યારે અન્ય કોઈ કારણથી દર્દીનંુ મોત થયું હોય અને કોરાના પણ હોય તો તે બીમારીનો ઉલ્લેખ કરાતો હતો.

જિલ્લાના નાગરિકો માટે ફોર્મ વિતરણનું આયોજન કરાયું નહિ
કોરોનામાં મૃતક થયેલા જિલ્લાના પરિવારજનો માટે ફોર્મ વિતરણનું કોઈ આયોજન થયું નથી. જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ફોર્મ વિતરણ માટે હાલ આયોજન ચાલી રહ્યું છે. તલાટી કક્ષાએ ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જિલ્લાના નાગરિકો માટે ફોર્મ વિતરણનું આયોજન કરાયું નહિ

અન્ય સમાચારો પણ છે...