તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જંગ:અમદાવાદમાં 30 હોસ્પિટલ- અર્બન હેલ્થ સેન્ટરો પર 250 અને 500 લીટર ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો

કોરોનાના કેસો અત્યારે એકદમ ઓછા છે પરંતુ કોરોનાની સંભવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે 250 અને 500 લીટર કેપેસિટી PSA ઑક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. આગામી સમયમાં જે જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ છે, તેમના મેન્ટેનન્સ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. 11 કરોડ રૂપિયા આ કામ માટે ફાળવવામાં આવ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, કોરોના બીજી લહેરમાં સૌથી વધુ ઓક્સિજનની તકલીફ ખૂબ ભોગવી જેને લઈને ઓક્સિજન માટેની તૈયારીઓ કરી છે. જેના માટે અમદાવાદના અલગ અલગ સી એચ સી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને હોસ્પિટલ ખાતે 30 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવશે.

હાલમાં તેમના કામને મંજૂરી આપવામાં આવી છે અને આ કામને તાકીદમાં લેવામાં આવશે. 250 અને 500 લીટર કેપેસિટી પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જે જગ્યાઓ પર ઓક્સિજન પ્લાન્ટ છે, તેને મેન્ટેન કરવા માટે માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. હાલમાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ તાકીદ પર લેવામાં આવ્યું છે.