કોરોના સામે જંગ:અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી 25 હજાર પ્રવાસીઓ છેલ્લા 18 દિવસમાં આવ્યાં, માત્ર 9નાં જ કોવિડ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ
  • હાઇરિસ્કની કેટેગરીમાં રાખવામાં આવેલા 11 દેશોમાંથી 2700 જેટલા પ્રવાસીઓ અમદાવાદ આવ્યાં
  • રેન્ડમલી કોરોના ટેસ્ટના સેમ્પલ લેવા માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે

ભારત સરકારની વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટેની નવી ગાઇડલાઇન્સનો અમલ થયા બાદ અમદાવાદ એરપોર્ટ પર 25 હજાર જેટલા પ્રવાસીઓ વિદેશમાંથી આવ્યા છે. ભારતમાં અને વિશ્વભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના શંકા વચ્ચે રાહત અને મોટી વાત એ સામે આવી છે કે, માત્ર 9 યાત્રિકો કે જેમના ટેસ્ટ એરપોર્ટ પર કરવામાં આવે છે. તેઓ પોઝિટિવ મળી આવ્યા છે.

પહેલી ડિસેમ્બરથી અત્યાર સુધી એટલે કે 18 ડિસેમ્બર સુધી અમદાવાદ એરપોર્ટ પર વિવિધ દેશોમાંથી કુલ 25 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા છે. જેમની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોનાની નવી ગાઇડલાઇન પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે. જે પૈકી માત્ર 9 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. કુલ આવેલા પ્રવાસીઓ પૈકી 2700 જેટલા પ્રવાસીઓ 11 દેશો કે જે હાઇરિસ્કની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, તેવા દેશમાંથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે.

કેન્દ્ર સરકારે 12 જેટલા હાઇરિસ્ક દેશ એટલે કે જે દેશમાંથી આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યો હતો. જોકે તેમાંથી સિંગાપોર દેશને હાઈ રિસ્કમાંથી બાકાત કરતા 11 દેશ હાઈ રિસ્ક છે. જ્યારે આ સિવાયના દેશમાં આવતા પ્રવાસીઓ પૈકી રેન્ડમલી કોરોના ટેસ્ટના સેમ્પલ લેવા માટે ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. જે અંતર્ગત 11 દેશ સિવાયમાંથી આવેલા પ્રવાસીઓ પૈકી 2% ટકા પ્રવાસીઓ લેખે કુલ 257 પ્રવાસીઓના રેન્ડમલી લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

અન્ય સમાચારો પણ છે...