તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેર માટે AMCની પૂર્વતૈયારી:25 હજાર બેડની વ્યવસ્થા કરાશે; હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ જેવા સ્થળોનો સરવે કરી રિપોર્ટ બનાવાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાની બીજી લહેરમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શનની પડેલી તંગીને ધ્યાને લઈ મ્યુનિ.એ ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારી કરી છે. સબંધિત ઝોનના ડે.મ્યુનિ. કમિશનરની આગેવાનીમાં 7 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. જે અત્યારથી જ તમામ સરવે કરીને તૈયારીની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરશે. શહેરમાં હાલ 11 હજારથી વધારે બેડ હોવા છતાં પણ લોકોએ ભટકવું પડ્યું હતું. હવે ત્રીજા વેવ માટે 25 હજારથી વધારે બેડની ઉપલબ્ધ હોવા જોઇએ તેવી ગણતરી મુકાઈ છે.

મ્યુનિ. કમિશનરના પરિપત્રમાં જણાવાયું છે કે, તબીબો અને વૈજ્ઞાનિકોના મતે કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી સંભાવના છે. કોરોનાની બીજી લહેરમાં શહેરમાં હોસ્પિટલ તથા તેને આનુસંગિક ઇન્ફ્રાસ્ટ્રકચરની ભારે તંગી વર્તાઇ હતી. જોકે આગામી સમયમાં આવી પરિસ્થિતિ ન ઉદભવે તે માટે અગોતરા પગલા લેવા જુદી-જુદી જગ્યાએ આઇસીયુ અને એચડીયુ બેડની વ્યવસ્થા ઉભી કરવાનો ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવાયો છે.

વિવિધ કેટેગરીના બેડ તૈયાર કરવા અભ્યાસ હાથ ધરાશે
​​​​​​​વિવિધ કેટેગરીના બેડ બનાવવા માટે તેમજ તેને અનુસંધાને તૈયારીઓ સત્વરે પૂરી કરવા માટે ઝોન કક્ષાએ એક સંયુક્ત કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા જુદા-જુદા ઝોનમાં હોસ્પિટલો, કોમ્યુનિટી હોલ તથા જ્યાં હંગામી હોસ્પિટલનું માળખું તૈયાર થઇ શકે તેવી તમામ સંભવીત જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરી તેની યોગ્ય ચકાસણી કરી તેનો રીપોટ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...