તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણમાં કોરોના સંક્રમણ:IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, GTU કેમ્પસમાં વાઈસ ચાન્સેલર સહિત 6 લોકો કોરોના પોઝિટીવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
IIT ગાંધીનગરની ફાઇલ તસવીર. - Divya Bhaskar
IIT ગાંધીનગરની ફાઇલ તસવીર.
  • IIT ગાંધીનગરના કેમ્પસમાં આવન-જાવન પર નિયંત્રણ મુકવામાં આવ્યો

IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. GTU કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. GTUના વાઈસ ચાન્સેલર નવીન શેઠ કોરોના પોઝિટીવ આવ્યાં છે. તે ઉપરાંત 2 પ્રોફેસર સહિત 3 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. GTUમા કોવિડ-19ના કુલ 6 કેસ સામે આવ્યા છે. હાલમાં GTU કેમ્પસને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.IIM અમદાવાદમાં પાંચ વિદ્યાર્થીઓ પણ મેચ જોવા ગયા હતાં અને તેઓ કોરોના સંક્રમિત થયા હતાં. IIM અમદાવાદમાં 12 દિવસમાં જ 2 ફેકલ્ટી સહિત 31 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલમાં 30 વિદ્યાર્થી ક્વોરન્ટીનમાં છે.

ગાંધીનગર મનપા વિસ્તારમાંથી 36થી 79 વર્ષના કુલ 22 લોકો કોરોના સંક્રમિત
શુક્રવારે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી સેક્ટર-22નો 36 વર્ષીય નાગરિક બેન્કનો કર્મચારી, સેક્ટર-25ના 45 વર્ષીય ડ્રાઇવર, સેક્ટર-20ના 34 વર્ષીય સીવીલ જજ, સેક્ટર-30માંથી 56 વર્ષીય ગૃહિણી, 46 વર્ષીય વેપારી, 52 વર્ષીય વેપારી, સેક્ટર-26માંથી 64 વર્ષીય ગૃહિણી, 66 વર્ષીય વેપારી, 58 વર્ષીય આધેડ, 60 વર્ષીય વૃદ્ધ, ધોળાકુવાની 45 વર્ષીય ગૃહિણી, સેક્ટર-13માંથી 59 વર્ષીય ગૃહિણી, 47 વર્ષીય એકાઉન્ટટ, સેક્ટર-14નો 37 વર્ષીય યુવાન, સેક્ટર-6માંથી 42 વર્ષીય વેપારી, 41 વર્ષીય મહિલા વકિલ, સેક્ટર-28ના 58 વર્ષીય સુપરવાઇઝર, સેક્ટર-4ના 42 વર્ષીય સિક્યુરીટી જવાન, સેક્ટર-27ના 59 વર્ષીય આધેડ, સેક્ટર-29ની 65 વર્ષીય ગૃહિણી, સેક્ટર-7માંથી 71 વર્ષીય મહિલા, 79 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો બિંધાસ્ત માસ્ક વિના પહોંચી ગયા હતાં
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો બિંધાસ્ત માસ્ક વિના પહોંચી ગયા હતાં

IIMના વિદ્યાર્થીઓએ મેચ જોવા ગયાની વાત છુપાવી
રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહયા છે અને અમદાવાદ શહેર ફરી એકવાર હોટસ્પોટ બની રહ્યું છે. આવામાં અમદાવાદ IIMમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે અને કેમ્પસમાં 38 વિદ્યાર્થી સહિત કુલ 40 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા છે. આમાંથી 5 વિદ્યાર્થીઓ તો એવા છે કે જેઓ ગત 12 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળવા ગયા હતા. સંસ્થાના કુલ 6 વિદ્યાર્થી મેચ જોવા ગયા હતા જેમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં હાહાકાર મચી ગયો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું છે. આમ, મેચમાં વધુને વધુ પ્રેક્ષકો ભેગા કરવાની ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ની લ્હાયમાં અમદાવાદ IIM જેવી સંસ્થાના કુશાગ્ર વિદ્યાર્થીઓની જિંદગી દાવ પર લાગી છે.

અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા
ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ IIMના 6 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા. આમાંથી 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. AMCમાં ડોમ ઉપર ચેકીંગ કરતા પરંતુ પોતાના વતનના સરનામાં સાથે ટેસ્ટ કરાવતાં હતા. ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી બાદ બાકીના વિદ્યાર્થીઓના ગુરુવારે ચેકીંગ હાથ ધરાયા હતા. જેમાં 17 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. કોરોના ટેસ્ટ કરતાં બે પ્રોફેસર પણ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં અમદાવાદીઓના જીવ દાવ પર લગાવાયા હતા
ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં અમદાવાદીઓના જીવ દાવ પર લગાવાયા હતા

DivyaBhaskarએ કહ્યું હતું કે, મેચના પ્રેક્ષકો સુપર સ્પ્રેડર બનશે
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) દ્વારા મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુને વધુ પ્રેક્ષકોને ભેગા કરવાની લ્હાયમાં અમદાવાદીઓના જીવ દાવ પર લગાવાયા હતા. તે સમયે એક લાખથી પણ વધુ પ્રેક્ષકોને બીજી T20 ક્રિકેટ મેચમાં ભેગા કરવામાં આવ્યાના અહેવાલો અને તસવીરો મળી હતી. આ અંગેના DivyaBhaskarના અહેવાલ બાદ GCA દ્વારા બાકીની T20 ક્રિકેટ મેચ પ્રેક્ષકો વિના રમાડવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ ત્યાંસુધીમાં તો લાખો અમદાવાદીઓમાં કોરોના ફેલાઈ ગયો હોઈ શકે છે. કદાચ આ કારણે જ અમદાવાદમાં ક્રિકેટ મેચ કોરોના વિસ્ફોટનું કારણ બની હોઈ શકે છે.

રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો પહેલીવાર 2 હજારને પાર
ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો પહેલીવાર 2 હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2190 નવા કેસ નોઁધાયા છે. સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર થયો છે. જેમાં સુરતમાં 745 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1422 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, અમદાવાદ અને રાજકોટ શહેરમાં 1-1 મળી કુલ 6 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,479 થયો છે.

સ્ટેડિયમમાં લોકોએ કોઈ પણ પ્રકારનું ડિસ્ટન્સ જાળવ્યું નહોતુ.
સ્ટેડિયમમાં લોકોએ કોઈ પણ પ્રકારનું ડિસ્ટન્સ જાળવ્યું નહોતુ.

અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ
અમદાવાદ IIMમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે અને કેમ્પસમાં 38 વિદ્યાર્થી સહિત કુલ 40 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા છે. આમાંથી 5 વિદ્યાર્થીઓ તો એવા છે કે જેઓ ગત 12 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળવા ગયા હતા. સંસ્થાના કુલ 6 વિદ્યાર્થી મેચ જોવા ગયા હતા જેમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં હાહાકાર મચી ગયો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું છે. આમ, મેચમાં વધુને વધુ પ્રેક્ષકો ભેગા કરવાની ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ની લ્હાયમાં અમદાવાદ IIM જેવી સંસ્થાના કુશાગ્ર વિદ્યાર્થીઓની જિંદગી દાવ પર લાગી છે.

DivyaBhaskarએ કહ્યું હતું કે, મેચના પ્રેક્ષકો સુપર સ્પ્રેડર બનશે
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) દ્વારા મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુને વધુ પ્રેક્ષકોને ભેગા કરવાની લ્હાયમાં અમદાવાદીઓના જીવ દાવ પર લગાવાયા હતા. તે સમયે એક લાખથી પણ વધુ પ્રેક્ષકોને બીજી T20 ક્રિકેટ મેચમાં ભેગા કરવામાં આવ્યાના અહેવાલો અને તસવીરો મળી હતી. આ અંગેના DivyaBhaskarના અહેવાલ બાદ GCA દ્વારા બાકીની T20 ક્રિકેટ મેચ પ્રેક્ષકો વિના રમાડવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ ત્યાંસુધીમાં તો લાખો અમદાવાદીઓમાં કોરોના ફેલાઈ ગયો હોઈ શકે છે. કદાચ આ કારણે જ અમદાવાદમાં ક્રિકેટ મેચ કોરોના વિસ્ફોટનું કારણ બની હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો