ઘર વાપસી:શ્રમિકોનાં રેલભાડાના 25 કરોડ  CM રિલીફ ફંડમાંથી ફાળવાયા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર સીધું રેલવેને ભાડું ચૂકવશે
  • હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર હવે શ્રમિકો પાસેથી ભાડું નહીં વસૂલે

લોકડાઉનને કારણે વતનમાં જવા માગતા શ્રમિકો પાસેથી  ટ્રેનનું ભાડું નહીં વસૂલવા અને ભાડાની વ્યવસ્થા સરકારે કરવા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે આપેલા આદેશના પગલે ગુજરાત સરકાર હવે શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું નહીં વસૂલે, ભાડાના પૈસા રાજ્ય સરકાર સીધા રેલવે તંત્રને જમા કરાવશે. આ ભાડા પેટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 કરોડ રૂપિયા રેલવેને ચૂકવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. 
14.13 લાખ શ્રમિકોને તેમના વતનમાં મોકલવામાં આવ્યા
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, દેશભરમાં સૌથી વધુ 971 વિશેષ ટ્રેન દ્વારા 14.13 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકોને તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ માટે 557, બિહાર માટે 230, ઓરિસ્સા માટે 83, ઝારખંડ માટે 37, મધ્યપ્રદેશ માટે 24, છત્તીસગઢ માટે 17 ટ્રેનો દોડાવવામાં આવી છે. શ્રમિકોને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા માટે પણ જિલ્લા તંત્રો દ્વારા બસ કે અન્ય વાહનની વ્યવસ્થા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...