નવો સિલેબસ લાગુ:CMAના નવા કોર્સમાં સાઇબર સિક્યોરિટી સહિતનાં 25 ચેપ્ટર, રાજ્યના 15 હજાર વિદ્યાર્થી ડિસેમ્બરમાં પરીક્ષા આપશે

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મની લોન્ડરિંગ અને ફોરેન્સિક ઓડિટનાં પણ ચેપ્ટર ઉમેરાયાં

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (સીએમએ)એ નવો સિલેબસ લાગુ કર્યો છે. 16 ઓગસ્ટથી અમલમાં આવેલા આ સિલેબસમાં ફાઉન્ડેશન, ઇન્ટરમીડિએટ, ફાઈનલ એમ ત્રણ સ્ટેજના સિલેબસમાં ફેરફાર કરાયો છે. ડિસેમ્બરમાં લેવાનારી સીએમએ ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ, ફાઇનલની પરીક્ષા અમદાવાદના 1 હજાર, ગુજરાતના 15 હજાર સહિત ભારતના 1 લાખ વિદ્યાર્થી આપશે.

પ્રશ્નપત્ર નંબર સાતમા બંને વિષયો ભેગા ભણવાના થશે
સીએમએ ફાઉન્ડેશનમાં એથિક્સનો વિષય કાઢીને તેના સ્થાને બિઝનેસ કોમ્યુનિકેશનનો નવો જ વિષય દાખલ કરાયો છે. જ્યારે ઇન્ટરમીડિએટમાં પ્રશ્નપત્ર નંબર 7માં ડાઇરેક્ટ ટેક્સેશન હતું અને પેપર નંબર 11માં ઇનડાયરેક્ટ ટેક્સેશન અલગ વિષય તરીકે ભણવું પડતું હતું, પરંતુ હવે નવા સિલેબસના કારણે પ્રશ્નપત્ર નંબર સાતમા બંને વિષયો ભેગા ભણવાના થશે. ઉપરાંત ઈન્ટરમીડિએટમાં પ્રશ્નપત્ર નંબર 10માં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં અગાઉ એક જ વિષય ભણવાનો થતો હતો, તેના સ્થાને હવે પ્રશ્નપત્ર નંબર 11માં બિઝનેસ ડેટા એનાલિટિક્સનો વિષય ઉમેરવામાં આવ્યો છે.

નવા ઉમેરાયેલા ચેપ્ટરો
ડેટા એનાલિટિક્સ, બિઝનેસ કોમ્યુનિકેશન, ઉદ્યોગસાહસકિતા અને સ્ટાર્ટઅપ, બેન્કિંગ અને વીમામાં જોખમ સંચાલન, લીન એકાઉન્ટિંગ, સિક્સ સિગ્મા, ફોરેન્સિક ઓડિટ, માહિતી પ્રણાલી અને સુરક્ષા ઓડિટ, ઈએસજી (પર્યાવરણ, સામાજિક અન શાસન), ડિજિટલ સ્ટ્રેટેજી, ડિજિટલ ફાઇનાન્સ, ડિસિઝન થિયરી, ક્વોન્ટેટિવ ટેકનિક્સ ઇન ડિસિઝન મેકિંગ, સાઇબર સુરક્ષા અને ડેટા ગોપનીયતા કાયદો, મની લોન્ડરિંગ વિરોધી કાયદો.

અન્ય સમાચારો પણ છે...