તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:IIMમાં કોરોનાના 22 કેસ મળ્યા, અમદાવાદમાં 19 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 3 દૂર કરાયા, હવે 213 અમલી બન્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
IIMની ફાઈલ તસવીર - Divya Bhaskar
IIMની ફાઈલ તસવીર
  • નવા કન્ટેનમેન્ટ ઝોનમાં 25 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 506 કેસ નોંધાવા સાથે 2 દર્દીના મૃત્યુ નીપજ્યા છે. છેલ્લા 4 દિવસથી રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. આઈઆઈએમ અમદાવાદના જૂના કેમ્પસમાં કોરોનાના 22 કેસ મળતાં 6 ડોમના 80 રૂમ કન્ટેઈનમેન્ટ કરવામાં આવ્યા છે. 459 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હજુ પણ 1389 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 65 હજારને પાર થઈ ગયો છે. \

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. IIMના જૂના કેમ્પસના ડોમ-2,6,11,17,16,18ના 80 મકાનોના 70 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ કરાયા છે. શહેરમાં 197 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે વધુ 19 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે અને 3 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા છે. ત્યારે 213 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (25 માર્ચ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

19 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જોઁધપુરના સ્ટાર એપાર્ટમેન્ટના 4 મકાનોના 16 લોકો, રોઝવૂડ એસ્ટેટના 8 મકાનોના 33 લોકો, સાર્થક ટાવરના 4 મકાનોના 17 લોકો અને ઓર્ચિડ પ્રાઈડ સાઉથ બોપલના 12 મકાનોના 49 લોકો, સરખેજ-વેજલપુર શ્રીનંદનગરના 6 મકાના 22 લોકો અને વિનસ પાર્ક લેન્ડના 24 મકાનોના 87 લોકો, સૈજપુર બોઘાના જી-આર્યાક્રિષ્ના એન્કલેવના 20 મકાનોના 68 લોકો સામેલ છે.

જ્યારે વસ્ત્રાલના માધવ પાર્ક-1ના 10 મકાનોના 55 લોકો, રામોલના વંદેમાતરમ એમ્પાયરના 2 મકાનોના 8 લોકો, પાલડીના સકુન એપાર્ટમેન્ટના 2 મકાનોના 8 લોકો અને સ્પર્શ રેસિડેન્સીના 2 મકાનોના 9 લોકો, નવરંગપુરાના IIMના જૂના કેમ્પસના ડોમ-2,6,11,17,16,18ના 80 મકાનોના 70 લોકો, બોડકદેવના ગેલેક્સી એપાર્ટમેન્ટ સમગ્ર બ્લોકના 40 મકાનોના 160 લોકો, આંબલીના શિવાલિક ફ્લોરેટ બંગલોઝના 3 મકાનના 15 લોકો અને લેક વ્યૂ ઝેડ બ્લોકના તમામ 12 મકાનોના 50 લોકો, ચાંદલોડિયાના અલકનંદા એપાર્ટમેન્ટના 12 મકાનોના 50 લોકો અને ગોતાના સત્યમેવ વિસ્તાના 5 બ્લોકના 72 મકાનોના 300 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.

શહેરમાં સતત બીજીવાર 500થી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સતત બીજા દિવસે 500થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 514 નવા કેસ અને 461 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,340 પર પહોંચ્યો છે. 23 માર્ચની સાંજથી 24 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 506 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 459 અને જિલ્લામાં 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,377 થયો છે. જ્યારે 64,271 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો