કોરોના બેકાબૂ:બોડકદેવના કર્ણાવતી એપાર્ટમેન્ટ સહિત શહેરના 9 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા, હવે 369 અમલી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 25 એપ્રિલથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 88 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતા. ત્યારે શહેરમાં બોડકદેવના કર્ણાવતી એપાર્ટમેન્ટ સહિત વેજલપુર, જોધપુર, નિકોલ, ચાંદખેડા, શાહીબાગ,ગોતા, ઘાટલોડિયા, બોડકદેવ અને દાણીલીમડામાં 9 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે 38ને દૂર કરાતા હવે શહેરમાં 369 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

, જ્યારે સરખેજ, વેજલપુર, વસ્ત્રાલ, જૂના વાડજ સ્ટેડિયમ, નારણપુરા, વાસણા કેશવનગર સ્ટેડિયમ, પાલડી, રાણીપ, શાહીબાગ, ચાંદલોડિયા, બોપલ, ગોતા, ચાંદલોડિયા અને મણિનગરના 28 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (25 એપ્રિલે)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

ઓલટાઈમ હાઈ 5,477 કેસ નોધાયા
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સતત ત્રીજા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધા છે. છેલ્લા 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 5,477નવા કેસ સામે આવ્યા છે અને 1,664 દર્દી સાજા થયા છે. આજે શહેર 22 અને જિલ્લામાં 1 મોત થયું છે.

23 એપ્રિલની સાંજથી 24 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 5411 અને જિલ્લામાં 66નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 1585 અને જિલ્લામાં 79 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 126,765 થયો છે. જ્યારે 85,315 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,762 થયો છે.

અન્ય સમાચારો પણ છે...