ઉમેદવાર મેદાને:અમદાવાદ શહેર-જિલ્લાની 21 બેઠક પર 249 ઉમેદવાર મેદાને

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • છેલ્લા દિવસે 61 સહિત કુલ 82 ફોર્મ પાછાં ખેંચાયાં
  • 2017માં 466માંથી 249 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા

અમદાવાદ શહેર અને જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં 21મી નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે 61 ફોર્મ પરત ખેંચાયા હતાં. આ સાથે અત્યાર સુધીમાં કુલ 82 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતાં. હવે અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો માટે 249 ઉમેદવારો મેદાનમાં છે. બાપુનગરમાં સૌથી વધુ 29 ઉમેદવારો છે. જોગાનુજોગ 2017માં 249 ઉમેદવારો ચૂંટણી લડયા હતાં. જ્યારે ફોર્મ ભરનાર ઉમેદવારોની સંખ્યા 466 હતી.

આ વખતે ત્રિપાંખીયા જંગના લીધે વિધાનસભાની ચૂંટણી વધુ રસાકસીભરી બની છે. ચૂંટણીમાં 589 ફોર્મ ભરાયા હતાં. કેટલાક ઉમેદવારોએ એક કરતા વધુ ફોર્મ ભર્યા હતાં. આ પછી સ્ક્રુટિની સમય ઉમેદવારો અને તેમન સમર્થકના ડમી ફોર્મ રદ કરવામાં આવતાં 415 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતાં.

આમાંથી 84 ફોર્મ રદ થતાં 331 ફોર્મ માન્ય ઉમેદવારો રહ્યા હતાં. આ પછી 18 નવેમ્બરે 2, 19 નવેમ્બરે 19 અને21મીએ 61 ફોર્મ પરત ખેંચાયા હતાં. અત્યાર સુધીમાં કુલ 82 ફોર્મ પરત ખેંચવામાં આવતા કુલ 249 ઉમદેવારો મેદાનમાં છે. સૌથી વધુ ઉમેદવારોમાં બાપુનગર ઉપરાંત નરોડા અને અમરાઇવાડીમાં 17-17 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે નારણપુરા સિવાય દસક્રોઇ 6 અને અસારવામાં 7 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

નારણપુુરામાં સૌથી ઓછા 5 ઉમેદવાર

વિધાનસભાફોર્મ પરતફાઇનલ
વિરમગામ1514
સાણંદ415
ઘાટલોડિયા39
વેજલપુર515
વટવા214
એલિસબ્રિજ29
નારણપુરા15
નિકોલ412
નરોડા217
ઠક્કરનગર19
બાપુનગર629
અમરાઇવાડી217
દરિયાપુર57
જમાલપુર-ખાડિયા88
મણિનગર19
દાણીલીમડા312
સાબરમતી19
અસારવા37
દસક્રોઇ06
ધોળકા815
ધંધુકા611
કુલ82249
અન્ય સમાચારો પણ છે...