• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 240 Tins Of Beer Hidden In Wax At The Side Of The Parcel Were Seized; Immediately Before The Bootlegger Reached The Police Travels Office

કાર્યવાહી:પાર્સલની આડમાં મીણિયામાં છુપાવીને લવાયેલાં બિયરનાં 240 ટિન પકડાયાં; બુટલેગર પહેલાં સરખેજ પોલીસ ટ્રાવેલ્સ ઓફિસે પહોંચી ગઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બુટલેગરે લક્ઝરી બસમાં મુંબઈથી પાર્સલ મગાવ્યું હતું

એસજી હાઈવે પર કામધેનુ મોટર્સની બાજુમાં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં મુંબઈથી મીણિયામાં પ્લાસ્ટિકના પેકિંગમાં બિયરનાં ટિન આવ્યા હોવાની માહિતીને આધારે સરખેજના પીઆઈ એસ. જી. દેસાઈએ સ્ટાફ સાથે દરોડો પાડતાં ત્યાંથી સફેદ મીણિયામાં મૂકેલા 5 પાર્સલમાંથી બિયરનાં 240 ટિન (કિં. 31,200) મળી આવ્યાં હતાં.

આ અંગે ટ્રાવેલ્સ કંપનીના કર્મચારી મેહુલ આહિરે જણાવ્યું હતું કે, આ પાર્સલ મુંબઈથી ડિલક્સ બિયરિંગ પ્રા.લિ.ના બિલથી આવ્યાં હતાં. જ્યારે આ પાર્સલ પરિહાર મેટલ્સ ફેસ ટુના નામથી મોકલ્યું હતું. જોકે બુટલેગર ડિલિવરી લેવા આવે તે પહેલા જ પાંચેય પાર્સલ પકડાઈ જતાં પોલીસે બિયરનાં 240 ટિન કબજે કરી લીધાં હતાં.

પીઆઈ એસ. જી. દેસાઈએ જણાવ્યું કે, બુટલેગરોએ દારૂ-બિયર મગાવવા નવો જ કીમિયો અજમાવ્યો છે, જેમાં બુટલેગર ભળતા નામ-નંબરથી પાર્સલમાં દારૂ-બિયર મોકલે છે. જો કોઈને ખબર ન પડે તો બુટલેગર સુધી દારૂ-બિયરનો જથ્થો પહોંચી પણ જાય છે.

બિયર મોકલનાર-લેનારનાં નામ ખોટાં નીકળ્યાં
ટ્રાવેલ્સની બસમાં 5 પાર્સલમાં બિયરનાં 240 ટિન મોકલનારનું બિલમાં નામ ડિલક્સ બેરિંગ પ્રાઇવેટ લિ. અને પાર્સલની ડિલિવરી લેનારમાં પરિહાર મેટલ્સ ફેસ ટુ (છત્રાલ) લખેલું હતું, જેમાં દર્શાવેલા બંનેના મોબાઇલ નંબરને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે મોકલનાર-લેનાર બંનેનાં સરનામાં ખોટાં હોવાનું હાલ જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...