અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીએ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કર્યો છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ધો.12 આર્ટ્સમાં 24 હજાર, ધો.12 સાયન્સમાં 3744 અને ધો.10માં 18794 વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.
કોરોના મહામારીને કારણે માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. અમદાવાદથી 2022ની સરખામણીએ 2023માં ધો.10 - 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 42 હજારનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં 6489 બ્લોકમાં પરીક્ષા લેવાશે. શહેરમાં 370 બિલ્ડિંગ, ગ્રામ્યમાં 264 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે.
ધો.12 સામાન્ય પ્રવાહની હોલટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ વધ્યા
ધોરણ | 2023 | 2022 | વધારો |
ધો.12 (સા.પ્ર) | 66673 | 42587 | 24000 |
ધો.12 (વિ.પ્ર) | 15675 | 11931 | 3744 |
ધો.10 | 108844 | 90050 | 18794 |
ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેની હોલ ટિકિટ 3 માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. વિદ્યાર્થીઓ બોર્ડે જાહેર કરેલી વેબસાઇટ પરથી સ્કૂલના ઇન્ડેક્સ નંબર, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પોતાના રજિસ્ટર્ડ ઇ-મેઇલ આઇડીથી લોગઇન કરી શકાશે. વિદ્યાર્થીઓએ પોતાને મળેલી હોલ ટિકિટમાં વિષયો યોગ્ય છે તેની ખરાઇ કરવાની રહેશે. જો વિષયોમાં કોઇ ફેરફાર જણાય તો પહેલા સ્કૂલને, ત્યારબાદ બોર્ડને જાણ કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.