તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ:અમદાવાદ એરપોર્ટ પર 24 કલાક RT PCR ટેસ્ટનું કાઉન્ટર, ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પેસેન્જર્સ કોરોના ટેસ્ટ કરાવી શકશે

અમદાવાદ4 મહિનો પહેલા
કોરોના વાઈરસના નવા સ્ટ્રેનને પગલે અગાઉ 22 ડિસેમ્બરે RT PCR કરાયા હતા - Divya Bhaskar
કોરોના વાઈરસના નવા સ્ટ્રેનને પગલે અગાઉ 22 ડિસેમ્બરે RT PCR કરાયા હતા
  • કોવિડ-19નું ટેસ્ટ થયું હોય એવા તમામ પેસેન્જરને ટેસ્ટ રિઝલ્ટની હાર્ડ કોપી 6થી 8 કલાકની અંદર અપાશે
  • સમયના અભાવના કારણે પ્રવાસીઓ ઓન-બોર્ડિંગ પહેલાં ટેસ્ટ કરાવી શકતા નથી

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પ્રવાસીઓ માટે ન્યુબર્ગ સુપ્રિટેકે ચોવીસ કલાક ચાલતું આરટી પીસીઆર (RT PCR) ટેસ્ટ કાઉન્ટર શરૂ કર્યું છે. આ ટેસ્ટ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબના ધોરણોનું સંપૂર્ણ રીતે પાલન કરે છે અને તેનો હેતુ પ્રવાસીઓને ઝડપી અને સચોટ નિદાન પ્રદાન કરવાનો છે.

પ્રવાસીઓ ચેપને નિયંત્રિત કરવાના જરૂરી પગલાં લઈ શકે તે માટે એરપોર્ટ મેનેજમેન્ટે આ પગલુંભર્યું છે. આ ટેસ્ટ તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન પર તેમ જ એરપોર્ટ પર આવનારા અને ઉપડતા ઘરેલું પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. કોવિડ-19નું ટેસ્ટ થયું હોય એવા તમામ પ્રવાસીઓને ટેસ્ટના પરિણામની હાર્ડ કોપી 6થી 8 કલાકની અંદર આપવામાં આવશે.

પ્રવાસીઓને 6-8 કલાકની અંદર ટેસ્ટનો રિપોર્ટ મળી જશે
ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સંદિપ શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ સાથે મળીને અમે ટેસ્ટ કરવાની ક્ષમતા વધારવા માટે આરટી પીસીઆર ટેસ્ટ કાઉન્ટર સ્થાપ્યું છે. ઘણીવાર સમયના અભાવના કારણે પ્રવાસીઓ ઓન-બોર્ડિંગ પહેલાં ટેસ્ટ કરાવી શકતા નથી. તેના પરિણામે, તેઓને ક્વોરન્ટીનની પ્રક્રિયાને અનુસરવી પડે છે અને અમુક સમયે તેમને મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ મુદ્દાને હલ કરવા માટે અમે અમારું ટેસ્ટ કાઉન્ટર ઊભું કર્યું છે. પ્રવાસીઓને 6-8 કલાકની અંદર ટેસ્ટનો રિપોર્ટ મળી રહેશે. જો રિપોર્ટ પોઝિટિવ હશે, તો માર્ગદર્શિકા મુજબ, ત્યારબાદના પગલાં લેવામાં આવશે. આ પહેલ પ્રવાસીઓ માટે સુવિધારૂપ બનશે અને તે સાથે એક પછી એક આવતી ફ્લાઇટ્સના ધસારાને સહેલાઈથી પહોંચી વળવામાં મદદ કરશે.

અમદાવાદ એરપોર્ટ સાથે મળીને ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સે એરપોર્ટ પર RT PCR શરૂ કર્યું છે
અમદાવાદ એરપોર્ટ સાથે મળીને ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સે એરપોર્ટ પર RT PCR શરૂ કર્યું છે

ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ દુર્લભ રોગો માટે 6000થી વધુ પ્રકારની પેથોલોજિકલ તપાસણી કરે છે
ભારત, યુએસએ, યુએઈ અને દક્ષિણ આફ્રિકાની શ્રેષ્ઠતમ પ્રયોગશાળાઓ વિકાસશીલ દેશોની પહોંચમાં નવીનતમ ટેક્નોલોજી અને તકનિકીઓ લાવવા ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના બેનર હેઠળ એક થઈ છે. તેમની સંયુક્ત શક્તિનો ઉપયોગ કરીને ન્યુબર્ગ એલાયન્સ ડેટા વિજ્ઞાન અને એઆઈ ટૂલ્સની સહાયથી અદ્યતન ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને દુર્લભ રોગો માટે 6000થી વધુ પ્રકારની પેથોલોજિકલ તપાસણી કરવા અને નિયંત્રણ અને પૂર્વ નિદાન, કેન્દ્રિત સુસ્વાસ્થ્ય કાર્યક્રમ અને સ્ડટ્રક્ચર્ડ ડિસીઝ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સને પ્રોત્સાહન આપે છે.

ભારતમાં સૌથી ઝડપથી વિકસતી હેલ્થકેર સ્ટાર્ટ-અપ
ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ એ ભારતીય મૂળની ટોચની ડાયગ્નોસ્ટિક્સ કંપનીઓ પૈકીની એક છે અને ભારતમાં સૌથી ઝડપથી વિકસતી હેલ્થકેર સ્ટાર્ટ-અપમાં સામેલ છે. ન્યુબર્ગ કન્સોર્ટિયમના સ્થાપક સભ્યો- આનંદ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (બેંગ્લોર), સુપરટેકમિક્રોપેથ (અમદાવાદ), એહર્લિચ લેબોરેટરી (ચેન્નાઈ), ગ્લોબલ લેબ્સ (દક્ષિણ આફ્રિકા) અને મિનર્વા ડાયગ્નોસ્ટિક્સ (દુબઈ) તેમની સાથે 200થી વધુ વર્ષનો તેમનો સંયુક્ત વારસો ધરાવે છે અને વાર્ષિક 20 મિલિયન ટેસ્ટો કરે છે. કોવિડ ટેસ્ટ માટે 7 માન્ય લેબ્સ સાથે, ગ્રુપે ભારત અને દક્ષિણ આફ્રિકામાં 1.5 મિલિયનથી વધુ RT PCR ટેસ્ટો પર પ્રક્રિયા કરી છે. વિશ્વભરના કેટલાક શ્રેષ્ઠ પેથોલોજિસ્ટ્સ, બાયોકેમિસ્ટ્સ, જિનેટિસિસ્ટ્સ, માઇક્રોબાયોલોજિસ્ટ્સ અને બીજા ઘણા ક્લિનિકલ લેબ પ્રોફેશનલ્સ સાથે મળીને કામ કરી રહ્યા છે, સચોટ અને સમયસર નિદાનને આગલા સ્તર પણ લઈ જવા જ્ઞાનને વહેંચી રહ્યા છે અને આધુનિક પેઢીની નિદાનની પ્રયુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

એરપોર્ટ પર RT PCRનો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના પેસેન્જર લાભ લઈ શકશે
એરપોર્ટ પર RT PCRનો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના પેસેન્જર લાભ લઈ શકશે

ગ્રુપ પાસે 4 દેશોમાં 70 લેબ્સ અને 700થી વધુ ટચ પોઇન્ટ
અગ્રણી ખેલાડીઓના એક સાથે આવવા ઉપરાંત, કોચિન, ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદમાં ગ્રીન ફિલ્ડ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવી છે. હાલમાં ગ્રુપ પાસે 4 દેશોમાં 70 લેબ્સ અને 700થી વધુ ટચ પોઇન્ટ છે. અમારી ભારતીય વિસ્તરણ યોજનાઓમાં આગામી 12 મહિનામાં દેશભરમાં 500 સંગ્રહ કેન્દ્રોનું નેટવર્ક સ્થાપિત કરવાનો સમાવેશ છે. વિદેશીમાં અમારી વિસ્તરણ યોજનાઓમાં પૂર્વ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, યુએસએ અને જર્મનીમાં હાજરી સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. ન્યુબર્ગ હોસ્પિટલ લેબોરેટરી મેનેજમેન્ટ સેવાઓ, પ્રિવેન્ટિવ હેલ્થ ચેક, કોર્પોરેટ વેલનેસ, હોમ હેલ્થ સર્વિસિસ અને ડ્રાઇવ થ્રુ ફિલેબોટોમી સર્વિસીસ પણ પ્રદાન કરે છે.

વાઇરસનું નવું રૂપ પહેલાં કરતાં 70% વધુ ખતરનાક હોઈ શકે છે
વાઇરસમાં સતત ફેરફાર થતા રહે છે, એટલે કે તેના ગુણધર્મો બદલાતા રહે છે. કેટલીકવાર વાઇરસ પહેલાં કરતાં અનેક ગણો વધારે મજબૂત અને જોખમી બને છે. આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિકો હજી વાઇરસના એક સ્વરૂપને પણ સમજી શક્યા નથી હોતા ત્યાં એનું એક નવું સ્વરૂપ બહાર આવે છે. વૈજ્ઞાનિકોનું એવું અનુમાન કરે છે બ્રિટનમાં જોવા મળતા કોરોના વાઇરસનું નવું સ્વરૂપ પહેલાં કરતાં 70% વધુ જોખમી હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો