જ્યોતિષ:આજથી 24 દિવસ શુક્રનું મકર રાશિમાં પરિભ્રમણ, મિથુન-કર્ક રાશિ સિવાયના તમામ જાતકો માટે શુભ

અમદાવાદ9 મહિનો પહેલા
 • જ્યોતિષાચાર્યોના મતે વેપારીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે

આજથી શુક્ર મકર રાશિમાં સતત 24 દિવસ પરિભ્રમણ કરશે.મકર રાશિ ચર અને શનિની રાશિ હોવાથી શુભ મનાય છે. નૈસર્ગિક રીતે 10મી રાશિ ગણાય છે. જયોતિષી આશિષ રાવલના અનુસાર, પ્રેમ, સ્નેહ, રોમાન્સ, વિજાતીય પાત્ર, સ્ત્રી ગ્રહ, વૈભવ વિલાસ તથા સૌદર્યના કારક તરીકે શુક્રને ગણવામાં આવે છે, તેને ઝઘડા, વાદ-વિવાદ, કરકસર કે તપસ્યા પસંદ નથી. શુક્ર, વૃષભ-તુલા રાશિનો સ્વામી ગ્રહ છે, જેને દૈત્યગુરૂ કહે છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચ અને કન્યા રાશિમાં નીચ થાય છે. બુધ, શનિ, રાહુ અને કેતુ સાથે શુક્રને મિત્રતા છે. હાલમાં મકર રાશિમાં ગોચરના લાંબા ગાળાના ગ્રહો ગુરૂ, શનિ સાથે સૂર્ય, શુક્ર સાથે પરિભ્રમણ કરશે, જે સમય વેપારીઓ માટે સાનુકૂળ રહેશે.

 • મેષ : નોકરી-ધંધામાં શુભ પરિવર્તન.સ્થાવર મકાન મિલકત સંપત્તિમાં વધારો થાય.અટકેલાં નાણાં મળે.
 • વૃષભ : ભાગ્યનો સાથ સહકાર વિજાતિય પાત્રથી મળે.ધાર્મિક પ્રવાસ સંભવ. આર્થિક સ્થિતિ મજબૂત બને.
 • મિથુન : પારિવારિક સ્થિતિમાં ખટરાગનો ઉકેલ આવી શકે. જીવનસાથી સાથે વાદ-વિવાદની પરિસ્થિતિ ઊભી થાય.
 • કર્ક : જીવનસાથી સાથે મતમતાંતરને કારણે ઝઘડા થાય. ભાગીદારીના ધંધામાં શુભ સમય.
 • સિંહ : બગડેલું સ્વાસ્થ્ય સુધરે.માનસિક સુખ-શાંતિ સારી મળે. નવી નોકરી પ્રાપ્ત થાય કે બઢતી મળી શકે.
 • કન્યા : વિદ્યાર્થીઓ માટે શુભ સમય. કલાકારો પોતાની આગવી સૂઝથી કરિયરમાં આગળ વધે.
 • તુલા : માનસિક શાંતિ મળે.નવા મકાનમાં સ્થળાંતર કરી શકો કે જૂના મકાનમાં રિનોવેશન કરાવી શકો. સોનામાં રોકાણ કરવાથી લાભ મળશે.
 • વૃશ્ચિક : પાડોશી સાથે બગડેલા સંબંધો સુધરે. ભાઈ-બહેનોથી શુભ સમાચાર. આકસ્મિક ટૂંકી મુસાફરી સંભવ.
 • ધન : વાણીમાં મીઠાશ વધે.આવકમાં વધારો થાય.તમે નાણાકીય આયોજન કરી શકશો.
 • મકર : તમારી લોકપ્રિયતા વધે. ધન-સંપત્તિમાં વધારો થાય. વૈવાહિક જીવન સુખમય રહેશે. મહિલા વર્ગ માટે શુભ.
 • કુંભ : આવક કરતાં ખર્ચમાં વધારો થશે. વિદેશને લગતા કામો અને વિદેશયાત્રા માટે શુભ સમય.
 • મીન : શેરબજારમાં લાંબા ગાળાના રોકાણ થાય. આકસ્મિક ધન લાભ થઈ શકે.પ્રેમ સંબંધો ગાઢ થશે અને લગ્નજીવનમાં ખુશી વધી શકે.
અન્ય સમાચારો પણ છે...