કોરોના બેકાબૂ:જોધપુરની સુરભી એપાર્ટમેન્ટ અને રાણીપની શરદ સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી, હવે 399 અમલી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 23 એપ્રિલથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 409 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે આજે જોધપુરની સુરભી એપાર્ટમેન્ટ અને રાણીપની શરદ સોસાયટી સહિત 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. જ્યારે 28ને દૂર કરાતા હવે શહેરમાં 399 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

શહેરમાં ઈન્દ્રપુરી, ઘોડાસર, વટવા, નારોલ, નિકોલ, બોડકદેવ, ગોતા, થલતેજ, સરખેજ, જોધપુર, નવરંગપુરા, પાલડી અને રાણીપના 18 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે ઈન્દ્રપુરી, લાંભા, નિકોલ, બોડકદેવ, ઘાટલોડિયા, જોધપુર, નારણપુરા, રાણીપ અને શાહીબાગના 26 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 409 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (23 એપ્રિલે)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

ઓલટાઈમ હાઈ 5,226 કેસ નોધાયા
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. 15 એપ્રિલે શહેર અને જિલ્લામાં 2,672 કેસ હતા. એક સપ્તાહમાં આ કેસો બેવડાયા છે. છેલ્લા 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 5,226 નવા કેસ સામે આવ્યા છે અને 1,039 દર્દી સાજા થયા છે. આજે શહેરમાં 23 અને જિલ્લામાં 1 મોત સાથે મૃત્યુઆંક 2,714 થયો છે.

21 એપ્રિલની સાંજથી 22 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 5142 અને જિલ્લામાં 84 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 976 અને જિલ્લામાં 63 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 121,288 થયો છે. જ્યારે 82,337 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,714 થયો છે.

અન્ય સમાચારો પણ છે...