રાજ્ય સરકાર સામે કુપોષણથી પીડાતાં બાળકોને પોષણયુક્ત બનાવવાનો મોટો પડકાર છે. અમદાવાદ જિલ્લામાં જ કુપોષિત બાળકોની સંખ્યા 2236 છે, તેમાંથી ઓછા વજનવાળાં 1739 બાળકો છે જ્યારે બાકીનાં 497 બાળકો અતિઓછા વજનવાળાં છે.
વિધાનસભા સત્રમાં પુછાયેલા પ્રશ્નની અપાયેલી માહિતી પ્રમાણે કોરોના દરમિયાન 16 માર્ચ, 2020થી 17 ફેબ્રુઆરી, 2022નાં 2 વર્ષ દરમિયાન આંગણવાડી કેન્દ્રો બંધ રહ્યાં હોવાથી કુપોષિત બાળકોના પોષણસ્તરમાં થયેલી વધઘટની સ્થિતિ જાણી શકાઈ નથી.
સરકારે કોરોનાનાં 2 વર્ષ દરમિયાન આંગણવાડીઓ બંધ રહેતાં અઠવાડિયાના 7 દિવસ પ્રમાણે લાભાર્થી બાળકોના ઘરે સુખડી આપવામાં આવતી હતી. ત્યાર બાદ 17 ફેબ્રુઆરી, 2022થી આંગણવાડી કેન્દ્રો શરૂ થતાં 3થી 6 વર્ષનાં બાળકોને સવારે ગરમ નાસ્તો અને બપોરે ભોજન આપવા સાથે સપ્તાહના 2 દિવસ ફળ આપવામાં આવે છે. આમ અમદાવાદ જિલ્લામાં 2236 બાળકો કુપોષિત, 497 અતિ ઓછા વજનવાળાં છે. તથા કોરોનામાં 2 વર્ષ આંગણવાડી બંધ રહેતાં માહિતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.