રાજ્યભરની કોર્ટના જજની સામૂહિક બદલી:સિવિલ-લેબર કોર્ટના 223 જજની બદલી, હાઈ કોર્ટના લીગલ સર્વિસ કમિટીના સેક્રેટરી તરીકે અમિત દવે મુકાયા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાકાળ બાદ જિલ્લાની કોર્ટોના જજ અને જ્યુડિશિયલ ઓફિસરોની બદલી કરી શકાઈ ન હતી. જોકે હવે કોરોના બાદ પહેલી વખત હાઈકોર્ટ દ્વારા જિલ્લાભરમાં જજની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે.

147 જેટલા ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, ડિસ્ટ્રિકટ જજ અને જ્યુડિશિયલ મેમ્બરોની જિલ્લાફેર બદલીઓ કરવામાં આવી છે. સિવિલ અને લેબર કોર્ટના 223 જજ, 12 એડિશનલ સેશન્સ જજની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રો કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે અનિલ વર્મા, ગુજરાત હાઈકોર્ટના રિક્રૂટમેન્ટ એન્ડ ફાઇનાન્સ રજિસ્ટ્રાર તરીકે નિખિલ જોશી, અમદાવાદ લેબર કોર્ટના સિનિયર સિવિલ જજ તરીકે ભરતકુમાર ભટ્ટ,અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે હેતલ દવે, સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે અમિત દવેની ગુજરાત હાઈકોર્ટના લીગલ સર્વિસ કમિટીના સેક્રેટરી તરીકે, ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડેમીના ડિરેક્ટરની જગ્યાએ શૈલેષ પટેલની બદલી કરવામાં આવી છે.

જ્યારે અમદાવાદ ફેમિલી કોર્ટનાં જજ તરીકે હિતા ભટ્ટની અને ગાંધીનગર વક્ફ ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે વિકુલ પાઠકની ભલામણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...