તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 22000 Construction Sites Will Be Closed In Protest Of Increase In Cement steel Prices, Chilli Price Hike Up To Rs 200 Per Kg, Tears In The Eyes Of Housewives

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:સિમેન્ટ-સ્ટીલના ભાવમાં વધારાના વિરોધમાં 22,000 કન્સ્ટ્રક્શન સાઇટ બંધ રહેશે, મરચાંના ભાવમાં કિલોએ રૂ.200 સુધીનો વધારો, ગૃહિણીઓની આંખમાં આંસુ

અમદાવાદ23 દિવસ પહેલા

નમસ્કાર!
ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરશે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવાની શક્યતા. ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા CA માટે કેમ્પસ પ્લેસમેન્ટ, આજે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ..ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ51,531.52+222.13
ડોલરરૂ.72.86+0.01
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,500-300

આ 4 ઘટના પર રહેશે નજર
1) સિમેન્ટ, સ્ટીલના ભાવમાં બેફામ વધારાના વિરોધમાં રિયલ એસ્ટેટ સેક્ટર હડતાળ પર, રાજ્યમાં 22,000 કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ રહેશે.
2) ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરશે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવાની શક્યતા.
3) ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા CA માટે કેમ્પસ પ્લેસમેન્ટ, આજે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ.
4) 59 વર્ષ પછી આજે મકર રાશિમાં 6 ગ્રહનું એકસાથે પરિભ્રમણ, કુદરતી આપત્તિની આશંકા.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) કમોસમી વરસાદથી મરચાંના પાકને નુકસાન થતાં ભાવમાં પ્રતિ કિલો રૂ.200 સુધીનો વધારો, ગૃહિણીઓની આંખમાં આંસુ
હાલ મરચાંની સીઝન શરૂ થઈ ચૂકી છે. માર્કેટિંગ યાર્ડો મરચાંથી ઊભરાઈ રહ્યાં છે, જેને પગલે ગૃહિણીઓએ પણ મરચું ભરવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ આ વર્ષે લાલ મરચાંના પાઉડરના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.100થી રૂ.200 સુધીનો ભાવવધારો થતાં ગૃહિણીઓને મરચાંના લાલ રંગ સાથે ભાવની તીખાશ આંખમાં પાણી લાવી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ખેડૂત આંદોલનને લઇને BTP અધ્યક્ષે કહ્યું: 'મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે, એટલે જ આંદોલનનો નિકાલ આવતો નથી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાં જ ભરૂચ નર્મદા જિલ્લા BTP અને ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસવા અને BTPના છોટુ વસાવા સામસામે આક્ષેપ પ્રતિ-આક્ષેપ કરી રહ્યા છે, જેથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. BTPના અધ્યક્ષ અને ધારાસભ્ય છોટુ વસાવાએ ખેડૂત આંદોલનમુદ્દે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે, એટલે એનો નિકાલ થતો નથી.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં નાગરિકે ભાજપના MLAને સવાલ પૂછ્યો તો ધારાસભ્યએ આ પીધેલો આવ્યો છે;કહી પિતા-પુત્રને પોલીસને સોંપી દીધા
સુરત શહેરના ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીમાં કતારગામ વિસ્તારના ભાજપના ધારાસભ્યને સવાલ પૂછનારને પોલીસ ઉપાડી ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપની ચૂંટણીપ્રચાર સભામાં રાજુભાઇ જોધાણી અને તેના પિતા મગનભાઈ જોધાણીને દારૂના નશામાં લવારા કરતા હોવાનો આરોપ મૂકી પોલીસને સોંપી દેવાયા હતા. બંને પિતા-પુત્રને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રખાયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) સાસુ-સસરાનો પરિણીતાને ત્રાસ, 'તું માત્ર છોકરીઓ જ પેદા કરી શકે છે, તારી કૂખમાં છોકરાઓ છે જ નહીં', પોલીસ ફરિયાદ દાખલ
'તું માત્ર છોકરીઓ જ પેદા કરી શકે છે, તારી કૂખમાં છોકરાઓ છે જ નહીં', એમ જણાવી પરિણીતાને પતિ તેમજ સાસુ-સસરા ત્રાસ આપતાં હતાં. પતિ અને સાસુ-સસરાએ પરિણીતાની સાથે તેની સગીર દીકરીઓને પણ મારવાનું શરૂ કરતાં આખરે પરિણીતાએ પોલીસ મથકમાં પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) સુરતની 11 વર્ષીય ભાવિકાએ 4 રામકથા કરી અયોધ્યામાં રામમંદિર માટે રૂ. 50 લાખ એકત્રિત કર્યા
અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવવા માટે રામમંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતની 11 વર્ષની નાની દીકરીએ સુરતમાં 4 રામકથા કરીને 50 લાખ રૂપિયા એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે. આ સાથે તેણે લોકોને ફોળો આપવાની અપીલ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

માર્કેટ અપડેટ
BSEનું માર્કેટ કેપ 204.15 લાખ કરોડ રૂપિયા રહ્યું. 55% કંપનીના શેરમાં વધારો નોંધાયો.
3,126 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થયું. 1,725 કંપનીઓના શેર વધ્યા અને 1,261ના શેરમાં ઘટાડો થયો.

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- રાહુલ ગાંધી બે દિવસની રાજસ્થાન મુલાકાતે. તેઓ ત્યાં સભા સંબોધશે અને ટ્રેક્ટર રેલી કરશે.
- રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામન કેન્દ્રીય બજેટ પર ચર્ચાનો જવાબ આપશે.
- કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પશ્ચિમ બંગાળના દુબરાજપુરમાં પરિવર્તનયાત્રામાં સામેલ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો