તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટ:બેંગલુરુ ફ્લાઇટમાં ધડાકાભેર પક્ષી અથડાતાં એન્જિનની બ્લેડ તૂટી ગઈ, 220 પેસેન્જરનો બચાવ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • એન્જિનમાં ધડાકો થતાં ક્વિક રિસ્પોન્સ સહિતની ટીમો અલર્ટ પર મુકાઈ હતી
  • એન્જિનમાંથી ધુમાડો પણ નીકળ્યો, પાયલોટે સ્પીડ કંટ્રોલ કરી સલામત લેન્ડિંગ કર્યું

અમદાવાદથી શુક્રવારે સવારે 9.10 વાગે 220 પેસેન્જર સાથે ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ 823 બેંગલુરુ જવા રવાના થઈ હતી. ફ્લાઈટ ટેકઓફ થઈ રહી હતી ત્યારે જ પક્ષી સાથે ધડાકાભેર અથડાયું હતું. બર્ડહિટ થતાં ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બીજી બાજુ, બર્ડહિટ થતાં થયેલા જોરદાર ધડાકાને પગલે ફાયર ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર આવી ગઈ હતી. પાયલોટે ફ્લાઇટની સ્પીડ કંટ્રોલ કરી લેન્ડિંગ કરાવી હતી. આ ઘટનામાં એરક્રાફ્ટની બ્લેડ તૂટી ગઈ હતી.

એરક્રાફ્ટને નુકસાન થતાં ગ્રાઉન્ડેડ કર્યું હતું
ઇન્ડિગોની બેંગલુરુ જતી ફ્લાઇટને બર્ડહિટ બાદ એરલાઇને અન્ય ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જે બપોરે 12.30એ ઊપડી હતી. આ ધડાકો જોરદાર હોવાથી એના એન્જિનમાંથી ધુમાડો પણ નીકળ્યો હોવાનું કેટલાક નજરે જોનારાઓએ જણાવ્યું હતું. બીજી બાજુ, બર્ડહિટ બાદ ફ્લાઈટને પરત લાવ્યા બાદ પેસેન્જરોને ઉતારી ટર્મિનલમાં પાછા લઈ જવાયા હતા. ત્યાર બાદ એરલાઈન્સના એન્જિનિયરો દ્વારા એરક્રાફ્ટની તપાસ કરવામાં આવતાં એના એન્જિનની બ્લેડ તૂટી ગયા હોવાની સાથે એરક્રાફ્ટને વધુ નુકસાન થયું હોવાથી એને ગ્રાઉન્ડેડ કરી દેવાયું હતું.

10 દિવસમાં જ બર્ડહિટની ત્રીજી ઘટના
અમદાવાદ એરપોર્ટ પર ચોમાસા દરમિયાન બર્ડહિટની ઘટના રોકવા એરપોર્ટ ઓપરેટર કંપની રનવે પર વધુ કર્મચારીઓ મૂકવાની સાથે સતત ફટાકડા ફોડી પક્ષીઓને ભગાડે છે છતાં ચોમાસાની શરૂઆતના 10 દિવસમાં જ બર્ડહિટની આ ત્રીજી મોટી ઘટના નોંધાઈ છે. જ્યારે બે નાની ઘટના પણ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એરક્રાફ્ટને વધુ નુકસાન થયું ન હતું. જ્યારે ત્રણેય મોટી ઘટનામાં એરક્રાફ્ટને વધુ નુકસાન થયું હોવાથી એને ગ્રાઉન્ડેડ કરી દેવાયા હતા.