સરકારના માત્ર વાયદા, પ્રજાને પરશાની:ત્રણ RTOમાં 2 મહિનાથી 22 હજાર પાકાં લાઈસન્સ પેન્ડિંગ, સરકારે માત્ર 10 દિવસમાં લાઈસન્સ આપવાનું કહ્યું'તું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • RTO અધિકારીઓ ખાનગી કોન્ટ્રાક્ટરો પર દોષનો ટોપલો ઢોળે છે

રાજ્ય સરકાર 10 દિવસમાં વાહન લાઇસન્સ મળી જવાની વાતો કરે છે અને અમદાવાદમાં ત્રણેય આરટીઓમાં મળીને 22 હજારથી વધુ લાઇસન્સ પેન્ડિંગ છે. આરટીઓ અધિકારીઓ કહે છેકે, પેન્ડિંગ લાઇસન્સ માટે લાઇસન્સ કંપની જવાબદાર છે. આમાં આરટીઓ કચેરીનો કોઇ રોલ નથી. અગાઉ વાહનવ્યવહાર કમિશનરથી લઇ ઓએસડી વિવિધ પ્રકારની માહિતી આપતા હતાં. હવે પ્રત્યેક બાબતે અધિકારીઓ ચૂપકિદી સેવી રહ્યા છે.

આરટીઓમાં એચએસપીઆર, વાહન લાઇસન્સ, ફિટનેસ અને આરસીબુક સહિતની કામગીરી જુદી જુદી ખાનગી કંપનીઓ કરે છે. આમાંથી અરજદારોને સૌથી વધુ પરેશાની લાઇસન્સનું કામ કરતી સ્માર્ટ ચીપ કંપની અને આરસીબુકનું કામ કરતી સિલ્વર ટચ કંપનીથી છે. કંપનીનો ટોલ ફ્રી નંબર જાહેર કરાયો નહીં હોવાથી કંપનીની કામગીરીથી પરેશાન લોકો આરટીઓ કચેરીમાં ફરિયાદ કરે છે. આરટીઓમાં ફોનથી રોજની 30થી 40 ફરિયાદો આવે છે. સોમવારે વસ્ત્રાલ એઆરટીઓમાં વાહનવ્યવહાર વિભાગે ઓચિંતી રેડ કરી હતી. પરંતુ કોઇ સામગ્રી હાથમાં લાગી નહીં હોવાનું મનાય છે.

સુભાષબ્રિજ RTOમાં એપ્રૂવલમાં વિલંબ
સુભાષબ્રિજ આરટીઓમાં અધિકારીઓની વ્યસ્તતાના લીધે લાઇસન્સ અને વાહન સબંધિત અરજીઓ એપ્રૂવલ કરવામાં વિલંબ થાય છે. અરજીઓનો 15 દિવસ સુધી નિકાલ કરવામાં નહીં આવતા અરજદારોને ના છૂટકે આરટીઓના ધક્કા ખાવા પડે છે. ત્રણેય આરટીઓમાં ફેસલેસની કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાનો આક્ષેપ અરજદારોએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...