છેલ્લા 15 દિવસથી સર્વરમાં એરરના લીધે આરટીઓમાં અરજદારો પરેશાન થઇ ગયા છે. એરરને લીધે લર્નિંગ લાઇસન્સના રિન્યૂ અને ફેસલેસની 22 હજારથી વધુ અરજી અટકી ગઇ છે. શુક્રવારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા કાર ચાલકોને ધક્કો પડતાં હોબાળો થયો હતો. કાર ચાલકોમાં રોષ હતો કે, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોય તો લોકોને મોબાઇલ પર મેસેજ કરી દેવાની જરૂર હતી. પરંતુ આવી કોઇ સિસ્ટમ અપડેટ નથી. ડ્રાઇવિંગ ટેસ્ટની સ્થિતિ દયનીય છે. તૂટેલા ટ્રેકમાં લોકો ટેસ્ટ આપે છે.
સર્વરમાં એરરના લીધે લર્નિંગ લાઇસન્સ રિન્યૂ કરે ત્યારે તેની પ્રોસેસ પૂરી થયા પછી એપ્રૂવલ સ્ટેજ પર આવ્યા બાદ તેની પ્રિન્ટ નીકળતી નથી. આરટીઓમાં રોજના 400થી 450 અરજીઓ આવે છે. અત્યાર સુધીમાં 6 હજારથી વધુ અરજીઓનો ભરાવો થઇ ગયો છે. એક લાઇસન્સ હોય અને બીજા વાહનના લાઇસન્સનો ઉમેરો કરવાની અરજી પણ એપ્રૂવલ કક્ષાએ અટકી છે. લાઇસન્સની રિન્યૂ અને ડુપ્લિકેટ અરજી ફેસલેસની સુવિધા છે. પરંતુ છેલ્લા 15 દિવસથી 15000થી વધુ અરજીઓ અટકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.