સરકારે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપી હોવા છતાં તેનો લાભ લેવાને બદલે લાંબા સમયથી બાકી ટેક્સ નહીં ભરતી 22 મિલકતોને મ્યુનિ.એ સીલ કરી છે. જેમાં નવરંગપુરા, થલતેજ, ઘાટલોડિયા, રાણીપની મિલકતોનો સમાવેશ થાય છે. આ મિલકતો પાસેથી બે કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે.
થલતેજના સુવિધાનગર, ડ્રાઇવ-ઇન શોપિંગ, સદભાવ કોમ્પ્લેક્સ, શિવાલિક કોમ્પ્લેક્ષની 8 અને ઘાટલોડિયાની 5 મિલકતો મળી ઉત્તર-પશ્ચિમ ઝોનની 13 મિલકતોને, નવરંગપુરામાં કમલ કોમ્પ્લેક્ષ, આકૃતિ કોમ્પ્લેક્ષ, બી.કે.હાઉસ, પાર્થ કોમ્પ્લેક્ષ તથા રાણીપમાં 3 મિલકતો મળી કુલ 9 મિલકતોને મ્યુનિ.એ સીલ કરી છે.
લલિતા મહલ સિનેમાનો 34 લાખ ટેક્સ બાકી
સ્થળ | બાકી ટેક્સ (લાખમાં) |
લલિતામહલ સિનેમા,કાળીગામ | 34.39 |
હર્ષિત રીયાલિટી,પાર્થ કોમ્પ્લેક્ષ, સ્વસ્તિક ચારરસ્તા | 24.39 |
સ્વસ્તિક સોસાયટી,અરવિંદ ફેશન,બી.કે. હાઉસ | 18.16 |
આદિત્ય ઓનર, આકૃતિ કોમ્પ્લેક્સ,નવરંગપુરા | 17.97 |
કનુભાઇ ભાટિયા,એલએલ-5,કમલ કોમ્પ્લેક્સ, નવરંગપુરા | 17.25 |
કનુભાઇ ભાટિયા,એલએલ-6,કમલ કોમ્પ્લેક્સ, નવરંગપુરા | 17.24 |
કૌશીલ પ્રદ પીટીએલ, સાબરમતી એસ્ટેટ, રાણીપ | 6.56 |
અંબરીશ વિદ્યાલય, અંબરીશ સોસાયટી, રાણીપ | 1.21 |
આલ્ફા સાયન્સ એકેડેમી, દેવાશીષ ફ્લેટ, ઘાટલોડિયા | 3.33 |
બેસ્ટ એન્ટરપ્રાઇઝ,ગોપાલ સૂર્યા કોમ્પ્લેક્સ,ઘાટલોડિયા | 3.32 |
બીજલ શાહ,માનસી સોસાયટી,ઘાટલોડિયા | 1.05 |
નવકાર ટેલિકોમ,શ્રીરામ ફેબ્રિક્સ,આકાંક્ષા એપાર્ટ,ઘાટલોડિયા | 1 |
ચામુંડા એન્ટરપ્રાઇઝ,દિપકજ્યોતિ,ઘાટલોડિયા | 1.13 |
જ્યોત્સ્નાબેન પટેલ,ડ્રાઇવ-ઇન શોપિંગ સેન્ટર,થલતેજ | 11.72 |
બાર્બેક્યુ નેશનલ હોટલ,શિવાલિક-3,થલતેજ | 9.89 |
મધુકાંતા શાહ,દેવર્ષિ કોમ્પ્લેક્ષ,થલતેજ | 7.69 |
બીરેન પરીખ,સુવિધાનગર,થલતેજ | 5.36 |
જયશ્રીદેવી અગ્રવાલ,નેસ્ટર વેબટેક,સૂરજશ્રી એસો,થલતેજ | 6.45 |
જ્યોત્સ્નાબેન પટેલ, ડ્રાઇવ-ઇન શોપિંગ સેન્ટર,થલતેજ | 4.72 |
પરિવૃંદ સોસાયટી,1001,માઇલસ્ટોન,થલતેજ | 3.91 |
પરિવૃંદ સોસાયટી,808-809,માઇલસ્ટોન,થલતેજ | 3.2 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.