તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:અમદાવાદમાં નવા 22 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, ચાંદલોડિયાની જય અદિતિ પાર્ક નામની આખેઆખી સોસાયટીને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવાઈ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની યાદી - Divya Bhaskar
નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની યાદી
  • અમદાવાદમાં જોધપુર, બોડકદેવ, થલતેજ અને ચાંદખેડા સહિત 29 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 22 દૂર કરાયા, હવે 295 અમલી બન્યાં

અમદાવાદ શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે. શહેરમાં કુલ 295 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે ચાંદલોડિયા, જોધપુર, થલતેજ, રાણીપ, વાડજ, નિકોલ, જુના વાડજ, વેજલપુર, વસ્ત્રાલના 22 વિસ્તારો નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં ઉમેરાયા છે. જ્યારે ખોખરા, વટવા, જોધપુર, જીવરાજપાર્ક, બોડકદેવ, ગોતા, નારણપુરા ક્રોસિંગ, પાલડી, ચાંદખેડા, નવરંગપુરા, ન્યૂ રાણિપના 27 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દુર કરવામાં આવ્યાં છે. ત્યારે શહેરમાં 293 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન
નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન
નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન
નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

શહેરમાં ચાંદલોડિયામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ચાંદલોડિયાની જય અદિતિ પાર્ક નામની આખેઆખી સોસાયટીને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવાઈ છે.સોસાયટીના કુલ 79 મકાન અને તેમાં 284 લોકો છે. તે ઉપરાંત વસ્ત્રાલમાં સારથી રેસિડેન્સીમાં 24 મકાન અને 75 લોકો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં છે.

શહેરમાંથી દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન
શહેરમાંથી દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (7 એપ્રિલ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાંથી દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન
શહેરમાંથી દુર કરવામાં આવેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

શહેરમાં 700થી વધુ કેસ
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 700થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 817 નવા કેસ અને 456 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 7 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,383 પર પહોંચ્યો છે.5 એપ્રિલની સાંજથી 5એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 798 અને જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 443 અને જિલ્લામાં 13 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 76,814 થયો છે. જ્યારે 71,488 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો