વરસાદમાં વાહનો ઉપરાંત ઘરો અને કોમર્શિયલ મિલકતોને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનીનું વળતર મેળવવા વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓ સમક્ષ અંદાજે 22 કરોડથી વધુના ક્લેઇમ મુકાશે. જેમાં કોમર્શિયલ મિલકતો વધુ રહેવાનો અંદાજ છે. કારણે મ્યુનિ.કોર્પોરેશનના મતે અમદાવાદમાં 22 લાખથી વધુ પ્રોપર્ટી છે.
એલઆઇસીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, પાણી ભરાવવાથી થયેલા નુકસાન માટે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓ સમક્ષ અંદાજે 22 કરોડથી વધુની રકમના કલેઇમ આવશે. અત્યાર સુધીમાં ઘણી અરજીઓ આવી છે. સરવે ચાલે છે. રહેણાંક મિલ્કતો પર ઇન્સ્યોરન્સ લેનારની સંખ્યા ઓછી છે. જેથી કલેઇમમાં કોમર્શિયલ પ્રોપર્ટીની અરજીઓ વધુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.