તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PCBની રેડ:ગોમતીપુરમાં જમિલ મસ્જિદ પાસેના ઘરે છાપરાં ઉપર તાડપત્રીથી ઢાંકીને સંતાડેલો 216 બોટલ દારૂ પકડાયો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરાર બુટલેગરની શોધખોળ શરૂ, 30 હજારનો દારૂ ઝડપાયો

પોલીસ પકડી ન શકે તે રીતે દારૂ છુપાવવા બુટલેગરો જુદા જુદા કીમિયા અજમાવતા હોય છે. જ્યારે ગોમતીપુરના બુટલેગરે મકાનનાં છાપરાં ઉપર કચરાના ઢગલાની વચ્ચે તાડપત્રીની અંદર દારૂની બોટલો છુપાવી રાખી હતી. જોકે પીસીબીને મળેલી બાતમીના આધારે તેમણે દરોડો પાડી બુટલેગરના મકાનના ધાબા પરથી દારૂની 216 બોટલ પકડી પાડી હતી.

પીસીબીના પીઆઈ એચ. કે. સોલંકીને બાતમી મળી હતી કે, ગોમતીપુર જમિલ મસ્જિદ પાસે રહેતા બુટલેગર ઈમરાન ઉર્ફે ઈમુ અબ્દુલભાઈ મણિયાર(સંધી)એ ઘરમાં દારૂનો જથ્થો મંગાવ્યો છે, જેના આધારે પીસીબીની ટીમે ઈમરાન મણિયારના ઘરે દરોડો પાડ્યો પણ ત્યારે ઈમરાન ઘરમાં હાજર ન હતો.

આથી પોલીસે ઘરની તપાસ કરતા ઘરમાંથી દારૂ મળ્યો ન હતો. જેથી પોલીસે તેના મકાનના છાપરાં ઉપર તપાસ કરતા કચરાના ઢગલામાં તાડપતરીની અંદર છુપાવેલી વિદેશી દારૂની 216 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 30, 110ની કિંમતની દારૂની બોટલો કબજે કરી ઈમરાન સંધીની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...