અમદાવાદ પોલીસની કાર્યવાહી:માત્ર 500ની ખેપમાં રાજસ્થાનથી બસમાં લવાતો 216 બોટલ દારૂ-બિયર પકડાયો

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આશાપુરા ટ્રાવેલ્સના ડ્રાઇવર-કંડક્ટરે બસમાં દારૂ છુપાવ્યો હતો
  • સુભાષબ્રિજ પાસે પોલીસે બસ રોકી તપાસ કરતાં ખેપ પકડાઈ

રાજસ્થાનથી ખાનગી લક્ઝરી બસમાં દારૂ-બિયરની ખેપ મારીને અમદાવાદ લાવવાનું કૌભાંડ પકડાયું છે. આશાપુરા ટ્રાવેલ્સની લક્ઝરી બસના ડ્રાયવર-કંડક્ટર માત્ર 500 રુપિયામાં રાજસ્થાનથી દારૂ-બિયરની 216 બોટલ-ટિન અમદાવાદ લાવતાં, પોલીસે દારૂ-બિયર સાથે બંનેની ધરપકડ કરી બસ સહિત રૂ.10.98 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજસ્થાનથી આવતી આશાપુરા ટ્રાવેલ્સની બસમાં દારૂ-બિયર અમદાવાદ આવતો હોવાની બાતમીને આધારે માધુપુરા પોલીસે સુભાષબ્રિજના છેડે શિલાલેખ કટ પાસે લક્ઝરી બસને રોકીને તપાસ કરતાં ડ્રાયવર સીટની પાછળની ડેકીમાંથી 216 દારૂની બોટલ અને બિયરના ટીન મળ્યા હતા.

પોલીસે બસ ડ્રાયવર વાલારામ મેઘવાલ (50) અને કંડક્ટર પ્રકાશ સોલંકી (34)ને ઝડપી લીધા હતા. બંનેને દારૂ-બિયરની ખેપ મારવાના 1 ફેરાના રૂ.500 આપ્યા હતા. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, શેતાનસિંહ ઓઢવમાં કયા બુટલેગરને દારૂ આપવાનો હતો તેની તપાસ શરૂ કરી છે. હાલમાં શેતાનસિંહ પાસે ઓઢવના બુટલેગરની કોઈ માહિતી ન મળતા દારૂ મોકલનાર અમિતની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ વાસણા પોલીસે એસટી બસમાંથી દારૂનો જથ્થો પકડ્યો હતો. તે જથ્થો પણ ડ્રાઇવર રાજસ્થાનથી લઈને આવ્યો હોવાની પૂરવાર થતાં ડ્રાઇવરને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

બુટલેગરનો સાગરિત પેસેન્જર બની બેઠો હતો
ડ્રાયવર-કંડકટરની પૂછપરછમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે, બસના પેસેન્જરોમાં દારૂનો જથ્થો લઇને બેઠેલા શેતાનસિંહ મોહબ્બતસિંહ રાજપૂતને ઝડપીને પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, રાજસ્થાન ઝાલોરના ભાગલી ગામમાં રહેતા અમિત પટેલે દારૂનો જથ્થો ઓઢવ લઈ જવા આપ્યો હતો અને એક ફેરાને તેને રૂ.1000 આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...