તાજેતરમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના અમદાવાદ અને સાસણગીરની હોટલ અને રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરચોરી કરતા રૂ. 11.98 કરોડનું ટર્ન ઓવર શોધવામાં આવ્યું હતું. જેના ઉપર રૂ. 3.04 કરોડની કરચોરી પકડવામાં આવી હતી. આ કરચોરીમાંથી સ્ટેટ જીએસટી અધિકારીઓને રૂ. 2.14 કરોડની વસુલાત કરવામાં આવી છે.
તાજેતમરાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સાસણ ગીરની હોટલ રિસોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 25થી વધુ સ્થળોએ તથા હોટલ રિસોર્ટનું બુકિંગનું કામ કરતા બે બુકિંગ એજન્ટ રાઇજીંગ ગુજરાત ટૂર્સ અને એ ટુ ઝેડ હોલીડેસ અમદાવાદના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ તપાસમાં ઘટાડવા પાત્ર ટેકસની રકમ ન ઘટાડી હોય, રૂમના ટેરીફ ઓછા દર્શાવી કરચોરી માફી, ઓછા ટેક્સ સ્લેબમાં વેરો ભરવો, કમ્પોઝીટ સપ્લાયનું ખોટુ અર્થઘટન કરવું, પુરી પાડવામાં આવેલી સર્વિસના હિસાબોમાં નોંધ ન કરવી વગેરે રીતે ટેકસની ચોરી કરવામાં આવતી હતી. જેમાં આ રિસોર્ટ અને હોટલોએ રૂ. 11.98 કરોડનું ટર્નઓવર શોધી નિકાળવામાં આવી હતી.
હાલમાં આ રિસોર્ટમાં તપાસ ચાલી રહી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.