તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકડામાં ગોલમાલ:અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર પર 210 લોકો સારવાર હેઠળ, સરકારીમાં કેટલા છે તેનો તો કોઈ આંકડો જ નથી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની 1000 બેડની SVP હોસ્પિટલ તો કોઈ માહિતી જાહેર કરવા તૈયાર નથી
  • હોસ્પિટલમાં પરિસ્થિતિ અંગે રાજ્ય સરકાર અને કોર્પોરેશન સાચી માહિતી જાહેર કરતી નથી

સરકાર અને કોર્પોરેશનની દિવાળી તહેવાર દરમિયાન કોરોનાની ગાઈડલાઈનમાં પાલન ન કરાવવાની નિષ્કાળજીથી કોરોના ફરી વધ્યો છે અને રાજ્યમાં 1600 જેટલા કેસો આવી રહ્યા છે. અમદાવાદમાં હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ રહી છે. અમદાવાદ શહેરમાં ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર અને કોર્પોરેશન કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ છુપાવી રહી છે. અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ અને મોતના આંકડા સાચા જાહેર કરવામાં આવતા નથી જેના કારણે અમદાવાદમાં કોરોનાની અને બેડની પરિસ્થિતિ સામે આવી નથી. મોતના આંકડા છૂપાવ્યા છે સાથે હવે સરકારી હોસ્પિટલમાં કેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે કે કેસો પણ ન દર્શાવતાં સરકાર અને કોર્પોરેશન હવે અમાનવીય બની કોરોનામાં લોકોને ગુમરાહ કરી રહી છે.

સરકારી પ્રેસનોટમાં ગઈકાલ રાત સુધીમાં 89 લોકો વેન્ટિલેટર પર
કોર્પોરેશનની રવિવારની સત્તાવાર પ્રેસનોટમાં અમદાવાદમાં કુલ એક્ટિવ કેસો 2739 છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં અને કોવિડ સેન્ટરમાં આજે સવારે 9.30 વાગ્યાની સ્થિતિએ કુલ 2916 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રાજ્ય સરકારની પ્રેસનોટમાં શનિવારે રાત સુધીમાં 89 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જ 210 જેટલા લોકો વેન્ટિલેટર પર હોવાનો આંકડો છે.

1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 1000થી વધુ દર્દીઓ દાખલ
અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે કોર્પોરેશન કુલ એક્ટિવ કેસ 2739 બતાવી રહી છે અને ખાનગી હોસ્પિટલમાં તેના કરતાં પણ વધુ 177 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોર્પોરેશન હવે તેની પ્રેસનોટ હોય તેમાં કોઈ જ તેવી માહિતી આપતી નથી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું અને મોટામાં મોટી હોસ્પિટલ છે જેમાં કોરોનાના 1000 બેડ છે છતાં તેની કોઈ જ માહિતી AMC કે SVP હોસ્પિટલના સત્તાધીશો તરફથી આપવામાં આવતી નથી જેના પરથી સ્પષ્ટ જણાય છે કે આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે. જો અમદાવાદમાં કુલ એક્ટિવ કેસ કરતા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ વધુ હોય તો સરકારી હોસ્પિટલના આંકડા જ છુપાવવામાં આવે છે કે પછી ખાનગી હોસ્પિટલના આંકડા દર્શાવવામાં આવતાં નથી. અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 1000થી વધુ દર્દીઓ છે, SVP હોસ્પિટલમાં 500થી વધુ દર્દીઓ, સોલા સિવિલ, કિડની, હૃદયની હોસ્પિટલમા અને હોમ આઇસોલેશનમાં પણ અનેક દર્દીઓ સારવાર હેઠળ છે તો તેના આંકડા દર્શાવવાતા નથી.

97 ખાનગી હોસ્પિટલમાં 337 જેટલા બેડ ખાલી
અમદાવાદની 97 ખાનગી હોસ્પિટલમાં 337 જેટલા બેડ ખાલી છે. આઇસોલેન વોર્ડમાં 161, HDUના 132, ICU વેન્ટિલેટર વગર 30 અને ICU વેન્ટિલેટરના 14 બેડ ખાલી છે. જ્યારે કુલ 3152 બેડમાંથી આઇસોલેન વોર્ડમાં 1062 બેડ, HDUમાં 1133, ICUમાં 440 અને ICUમાં વેન્ટિલેટર પર 210 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઉપરાંત નવા જાહેર કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં 328 બેડમાંથી 71 બેડ ભરાયા છે જ્યારે 257 બેડ ખાલી છે.
કોરોનાના ટેસ્ટ માટે ઉભા કરવામાં આવેલા ડોમ, ખાનગી લેબ અને અર્બન હેલ્થ સેન્ટરમાં રોજ અનેક લોકો ટેસ્ટ માટે આવી રહ્યાં છે અને દાખલ થઈ રહ્યાં છે. જેને લક્ષણો નથી તેવા દર્દીઓ તો ઘરે હોમ આઇસોલેશનમાં છે જેની કોઈ જ માહિતી આપવામા આવતી નથી. સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસો વધે છે તેને છુપાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...