તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રેલવેમાં સિનિયર સિટીઝનના નામે બુકિંગ કરાવી મુસાફરી કરતા 21 પેસેન્જરો પકડાયા

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટિકિટ વગર મુસાફરી કરતા 28 પેસેન્જરો સહિત 49 મુસાફરો પાસેથી 56900નો દંડ વસૂલાયો

ઉત્તર ભારતથી અમદાવાદ બાજુના શહેરોમાં આવતી ટ્રેનો હાઉસફુલ થતાં એજન્ટો સિનિયર સિટીઝન ક્વોટાની ટિકિટો ખોટી રીતે બુક કરી પેસેન્જરોને આપી છેતરપિંડી કરી રહ્યા છે. બીજી બાજુ આવા પેસેન્જરો મુસાફરી દરમિયાન ઝડપાઈ જતા તેમને ટિકિટ વગરના માની તેમની સામે દંડાત્મક પગલાં લેવાય છે.

આવી જ ઘટના ગુરુવારે અમદાવાદ આવતી બરૌની અમદાવાદ ટ્રેનમાં બની હતી. જેમાં વિજિલન્સ ઇન્સ્પેક્ટર હિમાંશુ કાપડિયાની આરપીએફ-ટીટીઈની ટીમે તપાસ કરતા સિનિયર સિટીઝનના નામે તત્કાલ ક્વોટામાં ઈ-ટિકિટ બુક કરી ટ્રેનમાં મુસાફરી કરતા 21 પેસેન્જરો ઝડપાયા હતા. જેના પગલે આ તમામ પેસેન્જરોને ટિકિટ વગર માની તેમની પાસેથી ભાડુ અને દંડ પેટે 29800 રૂપિયા વસૂલાયા હતા.

એજ રીતે રિઝર્વેશન વગર ટ્રેનમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ છે તેમ છતાં 28 જેટલા પેસેન્જરો ટિકિટ વગર જ મુસાફરી કરતા ઝડપાતા તેમની પાસેથી દંડ પેટે 27100 રૂપિયા વસૂલાયા હતા. આ ટ્રેનમાં કુલ 49 પેસેન્જરો પાસેથી 56900 રૂપિયા વસૂલ્યા હતા. વધુમાં ટિકિટ બારી પરથી સિનિયર સિટીઝન ક્વોટામાં ટિકિટ બુક કરનાર અને આવી ટિકિટોને ઈ-ટિકિટમાં ફેરવી પેસેન્જરોને પધરાવતા એજન્ટો સામે પગલાં લેવા પોલીસને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...