વેક્સિન મૂકાવો, સલામત રહો:રાજ્યમાં 21 લાખ 48 હજારનું વેક્સિનેશન, બુધવારથી રસીકરણની ગતિ ધીમી પડતાં ગુજરાત બીજા સ્થાનેથી પટકાઈને ત્રીજા સ્થાને પહોંચ્યું

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવાર અને રવિવાર રજા હોવાથી રસીકરણની કામગીરી પર તેની અસર જોવા મળશે
  • દૈનિક નક્કી કરેલા ટાર્ગેટ મુજબ 2 લાખથી વધુને રસી આપવાની કામગીરીની શરૂઆત

રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ અન્ય રસીકરણની કામગીરી સાથે 10મી માર્ચ સુધી કોરોના રસીકરણની બાબતમાં સક્રિયતા દાખવી રહ્યું છે. ગુજરાતમાં વેક્સિનેશનનો આંકડો 21 લાખ 48 હજાર 22 સુધી પહોંચ્યો છે. દેશમાં માત્ર ત્રણ રાજ્ય છે કે જ્યાં રસીકરણ અભિયાન તેજ ગતિમાં ચાલી રહ્યું છે, જોકે ગુજરાત અત્યાર સુધી બીજા નંબરે હતું. સામાન્ય રીતે બુધવારે આરોગ્ય વિભાગ અલગ અલગ પ્રકારની રસીકરણની કામગીરી કરતું હોય છે, જેના લીધે કોરોના રસીકરણ મામલે રાજ્યમાં 9 માર્ચથી 10 માર્ચ સુધી 48 હજાર લોકોનું રસીકરણ થયું છે.

રસીકરણની ગતિ ધીમી પડી
આરોગ્ય વિભાગે નિયત કરેલા સમય એટલે કે દર બુધવારે અન્ય રસીકરણમાં જોતરાયેલું હોવાથી કોરના રસીકરણની ગતિ ધીમી પડી છે, શહેરી વિસ્તાર સિવાય અન્ય જિલ્લામાં ગ્રામ્ય સ્તરે રસીકરણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે આ સપ્તાહમાં શિવરાત્રી, જ્યારે શનિવાર અને રવિવાર રજા હોવાથી રસીકરણની કામગીરી પર તેની અસર જોવા મળશે. જોકે સપ્તાહની શરૂઆતમાં આરોગ્ય વિભાગે દૈનિક નક્કી કરેલ ટાર્ગેટ મુજબ 2 લાખથી વધુને રસી આપવાની કામગીરીની શરૂઆત કરશે.

ગુજરાતમાં વકરતો કોરોના
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારની નજીક પહોંચ્યો છે અને હાલ 3788 એક્ટિવ કેસ છે. જ્યારે 12 જાન્યુઆરી બાદ 700થી વધુ કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 710 કેસ નોંધાયા છે. જ્યારે 451 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આજે એકેય દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 4,418 યથાવત રહ્યો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 97.03 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 19 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી.