તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 21 Doctors Retired 2 Years Ago But Doctors Are Upset As They Are Still Not Getting Pension; Two Doctors Even Died, With No Results From The Performances

મેડિકલ એજ્યુકેશન વિભાગની બેદરકારી:21 ડૉક્ટર 2 વર્ષ પહેલાં નિવૃત્ત થયા પણ હજુ પેન્શન મળતું ન હોવાથી ડૉક્ટરો પરેશાન; બે ડૉક્ટર તો મૃત્યુ પણ પામ્યા, રજૂઆતોનું કોઈ પરિણામ નહીં

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલમાં એકતરફ આરોગ્ય વિભાગના કર્મચારી-અધિકારીઓના વર્તનને લીધે સિનિયર ડોકટરોના રાજીનામાથી ઘેરા પ્રત્યાધાતો પડ્યાં છે. મેડિકલ એજ્યુકેશન વિભાગના કર્મચારી-અધિકારીની બેદરકારીને લીધે રિટાયર્ડ થયેલાં રાજ્યના 21 ડૉક્ટરોને છેલ્લાં બે વર્ષથી પેન્શન મળ્યાં નથી, જેમાંથી પેન્શન મેળવવાની રાહ જોઇ રહેલાં બે ડોકટરોના મોત થયાં છે. આ અંગે વારંવાર મેડિકલ એજ્યુકેશન વિભાગ રજુઆતો કરવા છતાં કોઇ પગલા લેવાતા નથી.

ગુજરાત મેડિકલ ટિચર્સ અસોસિએશનનાં પ્રમુખ ડો. રજનીશ પટેલ જણાવે છે કે, ડોકટરનું પેન્શન બાંધવાનું હોય ત્યારે ડોકટરની સેવાલક્ષી સવાલો પુુરા થયેલાં હોવા જોઇએ. પરંતુ, ડોકટરની સેવા વિનિયમિત કે સેવા સળંગ કરવામાં ભુલને લીધે પેન્શન વિભાગ નિયમોને કારણે ડોકટરને પેન્શન આપતું નથી. ડૉક્ટરથી નાની ભૂલ થાય તો સરકાર તાત્કાલિક ઇન્ક્વાયરી બેસાડે છે પરંતુ તેમની સાથે ન્યાય થતો નથી.

બે વર્ષની ડ્યૂટી ન ગણાતા પેન્શન અટક્યું
વડોદરાના એક ડોકટર 2019માં રિટાયર્ડ થયાં હતા, 1990થી સર્વિસ ચાલુ હતી, જેથી તેમની 30 વર્ષની સર્વિસ ગણાય. 1990થી 2019 સુધી મેડિકલ એજ્યુકેશન વિભાગે ડોક્ટરના દસ્તાવેજી પુરાવા પુરા કર્યા ન હતા. ડોક્ટર રિટાયર્ડ થયાં બાદ પેન્શન રિજેક્ટ થયું અને ફાઇલ પાછી આવી અને તપાસમાં ખબર પડી કે 10-15 વર્ષ પહેલાં ડોકટરની બે વર્ષની સર્વિસની ગણત્રી કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...