કોરોનાનું સંક્રમણ ઘટ્યું:અમદાવાદમાં સતત ત્રીજા દિવસે એક પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયો નહીં, 9ને દૂર કરાતા હવે 29 અમલી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આવતીકાલે 21 મે-થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે શહેરમાં એકેય માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયો નથી. શહેરમાં 38 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે 9 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. હવે શહેરમાં 29 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

શહેરના ઈસનપુર, નારોલ, વટવા, લાંભા, ચાંદલોડિયા અને બોપલના 9 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (21 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં 1100 આસપાસ કેસઅમદાવાદ શહેર અને જિલ્લામાં 1100 આસપાસ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1 હજાર 106 નવા કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધી 2 લાખથી વધુ દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે એક મહિના બાદ એક હજારથી ઓછા દર્દી ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાકમાં 985 દર્દીએ કોરોનાને માત આપી છે. અગાઉ 22 એપ્રિલે 1 હજાર 39 દર્દીએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે 9 દર્દીના મોત થયા છે અને મૃત્યુઆંક 3 હજાર 264 થયો છે.

19 મેની સાંજથી 20મેની સાંજ સુધીમાં શહેરમાં 1 હજાર 79 અને જિલ્લામાં 27 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 909 અને જિલ્લામાં 76 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 8 અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 30 હજાર 354 થયો છે. જ્યારે 2 લાખ 1 હજાર 465 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 264 થયો છે.

અન્ય સમાચારો પણ છે...