કોવિડ ડ્યૂટીનું મહેનતાણું:​​​​​​​અમદાવાદમાં 7 મહિના બાદ NHL મેડિકલ કોલેજના 209 ડોકટરને 50 લાખનું સ્ટાઈપેન્ડ ચૂકવાયું, LGના ડોકટર્સ હજુ વંચિત

અમદાવાદ6 મહિનો પહેલા
NHL મેડિકલ કોલેજની ફાઈલ તસવીર - Divya Bhaskar
NHL મેડિકલ કોલેજની ફાઈલ તસવીર
  • કોવિડકાળમાં NHL અને LG મેડિકલ કોલેજના 343 ઈન્ટર્ન ડોક્ટર્સે દર્દીઓની સેવા કરી હતી

કોવિડ-19ની મહામારી સમયે સરકાર દ્વારા મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ ઈન્ટર્ન ડૉક્ટર્સને વિવિધ હોસ્પિટલમાં મેડિકલ ડ્યુટી અપાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડોકટર અને મેડિકલ સ્ટાફને પ્રતિ દિવસ રૂ.500નું સ્ટાઇપેન્ડ ચૂકવવાનું નક્કી કરાયું હતું. પરંતુ AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત NHL મેડિકલ કોલેજ અને LG મેડિકલ કોલેજના કુલ 343 ઈન્ટર્ન ડૉક્ટર્સ કે જેમણે કોરોનાકાળ દરમ્યાન મેડિકલ ડ્યુટી કરી હતી તેમને કોરોના સમયમાં કરેલ મેડિકલ ડ્યુટીના 45 દિવસના લાંબા સમયગાળાનું સ્ટાઇપેન્ડ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નહોતું. પરંતુ ABVPની રજુઆત બાદ NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને 50 લાખ જેટલું સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવ્યું છે.

NHL મેડિકલ કોલેજ અને LGમાં ભણતા વિદ્યાર્થીઓએ ગત એપ્રિલથી જુલાઈ મહિના સુધી કોવિડ વૉર્ડમાં ફરજ બજાવી હતી. જે માટે તેમને સ્ટાઈપેન્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ 7 મહિના બાદ અનેક રજુઆત કર્યા પછી હવે NHL કોલેજના ડોકટરોને સ્ટાઈપેન્ડ આપવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી LGના ડોકટરોને સ્ટાઈપેન્ડ આપવામાં આવ્યું નથી.

NHL કોલેજના ડોકટર અને ABVPના નેતા મૌલિક ઠક્કરે જણાવ્યું હતું કે, અમારી ઇન્ટરશીપ સાથે અમે કોવિડ વૉર્ડમાં ફરજ બજાવી છે. સતત 45 દિવસ સુધી ડોકટરોએ મહેનત કરી હતી જે બાદ અમને સ્ટાઈપેન્ડ મળ્યું નહોતું જે અંગે અમે કોલેજમાં રજુઆત કરતા કોઈ જવાબ મળ્યો નહતો અને બાદમાં AMCમાં રજુઆત કરી તે બાદ અમારા ખાતામાં હવે સ્ટાઈપેન્ડ જમા થયું છે, પરંતુ હજુ LGના ડોકટરોને સ્ટાઈ પેન્ડ મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...