ગુજરાતમાં કુલ રજિસ્ટર્ડ મૃત્યુના 20.6% મૃત્યુ જ મેડિકલી સર્ટિફાઇડ હોય છે. આ બાબતે દેશમાં ગુજરાતનો રેન્ક 21મો છે. 2019માં ગુજરાતનો દેશમાં રેન્ક 20મો હતો. દેશમાં રજિસ્ટર્ડ મૃત્યુમાંથી મેડિકલી સર્ટિફાઇડ મૃત્યુની સરેરાશ ટકાવારી 22.5 ટકા છે.
2019માં ગુજરાતમાં કુલ રજિસ્ટર્ડ મૃત્યુના 21% જ મેડિકલી સર્ટિફાઇડ હતા. 2019માં 4.62 લાખ રજિસ્ટર્ડ મૃત્યુ હતા. જેમાંથી 98 હજાર જ મેડિકલી સર્ટિફાઇડ હતા. 2020માં 5.23 લાખ કુલ મૃત્યુમાંથી 1.07 લાખ મૃત્યુ મેડિકલી સર્ટિફાઇડ છે. ગોવા અને મણિપુરમાં 100 ટકા મૃત્યુ મેડિકલી સર્ટિફાઇડ હોય છે. મોટા રાજ્યોમાં તમિલાનાડુ 43 ટકા, મહારાષ્ટ્ર 42.8 ટકા, આંધ્રપ્રદેશ 33.4 ટકા છે.
પશ્વિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ગુજરાતથી પણ પાછળ છે. તાજેતરમાં જાહેર થયેલા 2020 વર્ષના રિપોર્ટ ઓન મેડિકલ સર્ટિફિકેશન ઓફ કૉઝ ઓફ ડેથમાં આ વિગતો બહાર આવી છે. જેમાં 41.8 ટકા મેડિકલી સર્ટિફાઇડ મૃત્યુ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા હતા.
2017 પછી મેડિકલી સર્ટિફાઇડ મૃત્યુની ટકાવારી સૌથી ઓછી
વર્ષ | રજિસ્ટર્ડ | સર્ટિફાઈડ | ટકા |
મૃત્યુ | મૃત્યુ | ||
2016 | 417835 | 71142 | 17 |
2017 | 388316 | 80968 | 20.9 |
2018 | 433256 | 101166 | 23.4 |
2019 | 462284 | 98563 | 21.3 |
2020 | 523892 | 107983 | 20.6 |
(સંદર્ભ - રિપોર્ટ ઓન મેડિકલ સર્ટિફિકેશન ઓફ કૉઝ ઓફ ડેથ, 2020)
2020માં મેડિકલી સર્ટિફાઇડ મૃત્યુમાંથી 4 ટકા કોરોનાના
રાજ્યમાં સૌથી વધારે મૃત્યુ હ્રદયરોગ, ન્યુમોનિયા, અસ્થમા જેવા રોગોથી થાય છે. વર્ષ 2020માં કુલ મેડિકલી સર્ટિફાઇડ મૃત્યુમાંથી 4 ટકા એટલે કે અંદાજે 4 હજારથી વધુ મૃત્યુ કોરોનાના કારણે હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. દર વર્ષે આ રિપોર્ટ જાહેર કરાય છે. જેમાં મેડિકલી સર્ટિફાઇડ મૃત્યુમાંથી કયા રોગના કારણે કેટલા મૃત્યુ થયા એના આંકડા પણ જાહેર કરાય છે. રાજ્યમાં હજૂ મેડિકલી સર્ટિફાઇડ મૃત્યુનું પ્રમાણ ઘણું ઓછું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.